Western Times News

Gujarati News

કાશ શ્રવણ કુંભમાં ન ગયા હોત તો આવું ન થાત : ઉદિત

મુંબઈ: બોલિવુડના જાણીતા મ્યૂઝિક કમ્પોઝર શ્રવણ રાઠોડનું કોરોનાના કારણે અવસાન થયું છે. બોલિવુડના પોપ્યુલર સંગીતકારોની જાેડી ‘નદીમ-શ્રવણ’ના શ્રવણ રાઠોડે મુંબઈની હોસ્પિટલમાં ૨૨ એપ્રિલના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. શ્રવણ થોડા દિવસ પહેલા જ કુંભના મેળામાં જઈને આવ્યા હતા. ત્યાંથી આવ્યા બાદ તેમનો, તેમની પત્ની અને દીકરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સિંગર ઉદિત નારાયણ શ્રવણ રાઠોડના અવસાનથી આઘાતમાં છે. તેમણે જણાવ્યું કે, શ્રવણ કુમારે તેમને કુંભના મેળામાંથી ફોન કર્યો હતો.

બોલિવુડ સિંગર ઉદિત નારાયણે નદીમ-શ્રવણની બેલડી સાથે ‘જાે ભી કસમે’ (રાઝ), ‘એક દિલરૂબા હૈ’ (બેવફા), ‘દિલ ને યે કહા હૈ દિલ સે’ (ધડકન), ‘મેરા દિલ તેરે લિયે’ (આશિકી), ‘કિતને બેચેન હોકે’ (કસૂર) સહિત અનેક હિટ રોમેન્ટિક ગીતો આપ્યા છે. ઉદિત નારાયણે દુઃખી સ્વરમાં જણાવ્યું, શ્રવણભાઈ હાલમાં જ કુંભ મેળામાં ગયા હતા. તેમણે મને ત્યાંથી ફોન કરીને કહ્યું હતું- ‘હું પવિત્ર સ્નાન માટે કુંભ મેળામાં આવ્યો છું.’ મેં તેમને કહ્યું કે, જાે તેમણે પહેલા કીધું હોત તો હું પણ તેમની સાથે આવત. જાે કે, તેમના સાથેની ટેલિફોનિક વાતચીત પૂરી કર્યા પછી મને વિચાર આવ્યો કે આ મહામારી દરમિયાન તેઓ પણ ત્યાં શું કામ ગયા?

તેમને પહેલાથી જ સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ હતી ત્યારે તેમણે ત્યાં નહોતું જવા જેવું. તેમણે કોઈની વાત ના સાંભળી અને તેઓ ત્યાં ગયા. હવે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા. તેમના આત્માને શાંતિ મળે. ઉદિત નારાયણે આગળ કહ્યું, મને હજી વિશ્વાસ નથી થતો કે શ્રવણભાઈ આ દુનિયામાં નથી રહ્યા. આટલો પ્રેમાળ વ્યક્તિ, જબરદસ્ત મ્યૂઝિક ડાયરેક્ટર, ૯૦ના દશકામાં મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં તેમનું (નદીમ-શ્રવણ) રાજ હતું. તેમણે મારી પાસે એકથી એક ગીતો ગવડાવ્યા છે

અઢળક પ્રેમ આપ્યો છે. તેમણે મને મોટાભાઈની જેમ પ્રેમ કર્યો છે. જ્યારે પણ કંઈ પરેશાની હોય ત્યારે તેઓ મારી પાસે આવતા અને પૂછતાં કે, ‘તને શું તલીફ છે કહે તો? હું તારો મોટોભાઈ છું, મને જણાવ.’ આવો પ્રેમાળ વ્યક્તિ આપણને છોડીને જતો રહ્યો છે. તેઓ લોકોના સુખ-દુઃખ સમજતા હતા. ખૂબ સારા આર્ટિસ્ટ હતા. આવો સરસ વ્યક્તિ હવે આ મુશ્કેલ સમયમાં આપણે સૌને છોડીને જતો રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.