ગુજરાતમાં અનેક વિસ્તારમાં હિટવેવ, વરસાદની આગાહી
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કેટલાક વિસ્તારોના વાતાવરણ પલટા સાથે સામાન્ય વરસાદ થઈ રહ્યો છે. રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાય રહી છે. જેના કારણે તાપમાનમાં પણ બદલાવ જાેવા મળ્યો છે. જાેકે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે.જેના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની પણ હવામાન વિભાગનું અનુમાન છે.
ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકતા તાપમાનમાં વધારો થશે. જેના કારણે પોરબંદર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. ગરમ પવન ફૂંકાવવાના કારણે તાપમાનમાં પણ ૨થી ૩ ડિગ્રીનો વધારો થશે. તો અમદાવાદ શહેરમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે અમદાવાદ શહેરમાં ૪૧થી ૪૩ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાશે.
રાજસ્થાન પર એક સાકલોનીક સર્ક્યુલર સક્રિય થયું છે. તેમજ થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે સૌરાષ્ટ્રમાં વીજળીના ચમકારા તેમજ ૪૦ કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૬થી ૨૯ એપ્રિલ દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ,કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
કોરોનાની મહામારી વચ્ચે બેવડી ઋતુથી લોકો પરેશાન થઈ રહ્યા છે. બપોરે ગરમી અને સાંજે વરસાદ.જાે કે કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે બીજી બાજુ બેવડી ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે.
નોંધનીય છે કે, રવિવારે મોરબી જીલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેથી મોરબી, હળવદ, માળીયા મી.ટંકારામાં માવઠું થયું હતું. ખેતરોમાં પડેલા તૈયાર પાકો પર પાણી ફરી વળ્યાં હતા. મોરબી જીલ્લામાં આજે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને શુષ્ક અને ઠંડી આબોહવા અને ઝડપી પવન ફૂંકાયો હતો. જેમાં ત્રણથી ચાર કલાક બાદ ફૂંકાયેલા આ પવન બાદ વરસાદ પણ આવ્યો હતો અને ખેડૂતોના પાકને નુકસાન પણ કર્યું હતું. જેમાં મોરબી જિલ્લાના માળીયા મિયાણા અને હળવદ પંથકમાં ઠંડો પવન ફૂંકાયો હતો.