મોક્ષનગરી વારાણસીમાં અંતિમ ક્રિયામાં પણ વ્યાપાર શરૂ થયો
વારણસી એ જ શહેર છે જયાં મુંશી પ્રેમચદ્રની રચના મંત્રનું પાત્ર ભગત જેવા લોકો હતાં જે પોતાના દુખ છોડી બીજાના દુખને દુર કરવાનો પ્રયાસ કરતા હતાં પરંતુ મહામારીએ સ્થિતિ એવી બનાવી દીધી છે કે હવે તો પોતાના જ દુખમાં સાથે ઉભા રહી રહ્યાં નથી આવામાં ભગત જેવા તો પાત્રો નથી પરંતુ કંઇક એવા પણ છે જે પૈસા સઇ ભગત બનવાનું કામ કરી રહ્યાં
હરિચંદ્ર ઘાટ પર અંતિમ યાત્રા દરમિયાન ચાર ખંભા પણ હવે ચારથી પાંચ હજારમાં ઉપલબ્ધ થઇ રહ્યાં છે કોરોના સંક્રમણના કારણે મોત થવા પર પરિવાજ પણ અંતિમ યાત્રામાં સામેલ થઇ શકતા નથી સ્થિતિ એવી બની રહી છે કે શબની સાથે એક કે બે લોકો જ ઘાટ પર પહોંચી રહ્યાં છે આવામાં શબને માર્ગથી લઇ ચિતા સુધા પહોંચાડવા માટે ચાર ખભાની બોલી ચારથી પાંચ હજાર રૂપિયામાં લાગી રહી છે.કેટલાક યુવાનોની ટોળી પૈસા માટે જાન હથેળીમાં રાખી આ કામને પરિણામ આવી રહ્યાં છે. એક તરફ જરૂરત છે તો બીજી તરફ વિવશતા મોક્ષની નગરી કાશમાં પણ હવે ચાર ખભા પણ પૈસા વિના ઉપલબ્ધ થઇ રહ્યાં નથી
કોરોનાથી મૃત્યુ પામેલાની અંતિમ વિધિ માટે ચાર ખભા નહીં મળતા હવે તેના માટે મોલ ભાવ થઇ રહ્યાં છે. અંતિમ યાત્રામાં ચાર ખભાની વ્યવસ્થા કરવા માટે પૈસા આપવા પડી રહ્યાં છે મહામારી કાલમાં આ રીતની સ્થિતિ ખુબ શર્મિદા કરનારી છે એવી સ્થિતિ છે કે તમામની સામે વિવિશતા છે મોક્ષ પરંપરા વાળા શહેર કાશીમાં આ રીતની ઘટના દરેક માટે વિચારણીય છે
વિશેશ્વરગંજના વિકાસ યાદવે કહ્યું કે કોરોના કાલમાં જયારે પોતાના અંતિમ યાત્રામાં સામેલ થઇ રહ્યાં નથી તો જાહેર વાત છે કે ચાર ખભાની કમી તો અનુભવાય પૈસા લઇ જાનનું જાેખમ ઉઠાવી યુવા કોરોનાથી મૃત્યુ પામનારાઓને ખભા આપી રહ્યાં છે એવી પરિસ્થિતિ છે કે આ બાબતમાં કંઇ કહી પણ શકાય તેમ નથી