ચુંટણી પંચ મોદી અને શાહનું જ સાંભળે છે : નુસરત જહાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Nusrat-Jahan-1-1024x594.jpg)
કોલકતા: કોરોનાવાયરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવી દીધો છે. આ કપરા સમય વચ્ચે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં સાતમા તબક્કાની રાજ્યની ૩૪ બેઠકો માટે સોમવારે એટલે કે આજે મતદાન થયુ હતું કોલકાતાનાં મતદાન મથક પર ટીએમસીનાં સાંસદ નુસરત જહાં રૂહીએ મત આપ્યો હતો. મતદાન માટે પહોંચેલા ટીએમસીનાં સાંસદ નુસરત જહાં રૂહીએ ચૂંટણી પંચ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની વધારે સાંભળવાની અને તેમનું પાલન કરવાનો આરોપ લગાવ્યો હતો.
ટીએમસીનાં સાંસદ નુસરત જહાં રૂહીએ કહ્યું કે, “જ્યાં પણ મેં ચૂંટણીની ઝુંબેશ ચલાવી, ત્યાં દરેક જગ્યાએ એક જ ચહેરો અમારા મુખ્યમંત્રીને સમર્થનનો જાેયો. આ ચૂંટણી પંચ સૂઈ રહ્યો હતો. જ્યારે વડા પ્રધાને ર્નિણય કર્યો હતો કે, તેઓ કોઈ જાહેર રેલી નહીં કરે, ત્યારે ચૂંટણી પંચે તમામ જાહેર સભાઓ બંધ રાખવાનો ર્નિણય કર્યો હતો.
તે પીએમ અને એચએમ(હોમ મિનિસ્ટર) નું વધુ સાંભળે છે.” ટીએમસી સાંસદનું આ નિવેદન રાજ્યમાં એક દિવસમાં કોવિડ- ૧૯ નાં સૌથી વધુ ૧૫,૮૮૯ કેસો રવિવારે આવ્યુ હતુ, જ્યારે ૫૭ વધુ લોકોનાં મોત થયાનાં એક દિવસ બાદ આવ્યુ છે.