કોંગ્રેસ શાસિત રાજયોએ રસીકરણ શરૂ કરવા પર હાથ ઉચા કરી દીધી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/Cong-1024x768.jpg)
નવીદિલ્હી: કોરોના કાળમાં આમ તો રાજનીતિક આરોપ પ્રત્યારોપનો દૌર હજુ અટકયો નથી પરંતુ આશ્ચર્યની વાત છે કે કોરના માટે સૌથી યોગ્ય માનવામાં આવતી વેકસીન પર પણ હવે ખેંચતાણ અને ટીકાઓ શરૂ થઇ ગઇ છે.તેની કીમતને લઇને પહેલા જ સવાલ ઉભા થઇ રહ્યાં હતાં ત્યારે કોંગ્રેસ શાસિત રાજયોએ હવે એક મેથી તમામ માટે રસીકરણ શરૂ કરવા પર હાથ જ ઉચા કરી દીધી છે.
કોંગ્રેસ શાસિત રાજયોનું કહેવુ છે કે કંપનીઓ ૧૫ મે પહેલા વેકસીન આપવામાં અસમર્થતા વ્યકત કરી છે જયારે ભાજપ અને એનડીએ શાસિત રાજયએ કેટલીક ઓછી સંખ્યાથી જ પણ તેને એક મેથી જ શરૂ કરવાની વાત કહી છે તેમનું એ પણ કહેવુ છે કે કંપનીઓ તરફથી તેમને એક મે પહેલા જ વેકસીન મળી જશે આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજનીતિક વિવાદ પર દુખ વ્યકત કરતા યાદ અપાવ્યું કે આરોગ્ય રાજયનો વિષય છે.
રાજયો તરફથી વારંવાર કેન્દ્રને કહેવામાં આવ્યું હતું કે રસીકરણ તમામ માટે ખોલવામાં આવે હવે સમય છે કે રાજય
પોતાની જવાબદારી સંભાળે જયારે કેન્દ્રે ૪૫થી ઉપરના તમામ લોકોને મફત વેકસીન આપવાનું કામ કરતું રહેશે કોંગ્રેસ શાસિત રાજયો છત્તીસગઢ પંજાબ રાજસ્થાન અને ઝાખંડના આરોગ્ય મંત્રીએ પત્રકારોથી વર્ચુઅલ ચર્ચા કરી છે
આ તમામ રાજયોના આરોગ્ય મંત્રીઓએ આ દરમિયાન એક સ્વરમાં કેન્દ્ર સરકાર પર ભેદભાવનો આરોપ લગાવ્યો અને કહ્યું કે જે રીતે તેમને ૪૫ વર્ષથી વધુ ઉમર માટે મફત વેકસીન આપવામાં આવી છે તે રીતે ૧૮થી વધુ ઉમરના લોકો માટે પણ મફત વેકસીન આપવી જાેઇએ
આશ્ચર્યજનક વાત એ છે કે તેમાંથી દરેક રાજયોએ પોતાના તરફથી જાહેરાત કરી છે કે તે પોતાના લોકોને મફત વેકસીન આપશે રાજસ્થાનના આરોગ્યમંત્રીએ કહ્યું કે આમ પણ તેમણે પોતાના બજેટમાં વેકસીનની ખરીદને લઇ કોઇ જાેગવાઇ રાખી નથી પરંતુ આમ છતાં જાે રસીકરણની જવાબદારી રાજયો પર નાખવામાં આવશે તો અમે તેને લઇને પણ તૈયારી છીએ પરંતુ હાલ વેકસીન ઉપલબ્ધ નથી તેમણે કહ્યું કે સીરમ ઇસ્ટીટયુટથી વાત કરી પરંતુ તેણે ૧૫ મે પહેલા વેકસીન આપવા માટે અસમર્થતા વ્યકત કરી છે. તેનું કહેવુ છે કે કરાર હેઠળ હાલ તેને કેન્દ્ર સરકારને વેકસીન આપવાની છે ૧૫ મે બાદ જ વેકસીન આપી શકશે
જયારે ભાજપ શાસિત મોટા ભાગના રોજયથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વેકસીનની માત્ર જરૂર ઓછી છે પરંતુ રાજયોને કંપનીઓ તરફથ આશ્વાસન મળી ગયું છે અને કાર્યક્રમ એક મેથી જ શરૂ થશે હવે જાેવાનું એ રહેશે કે કયા રાજય તરફથી કેટલી ગંભીરતાથી પ્રયાસ કરવામાં આવશે