પ્રાંતિજ બજાર એક અઠવાડીયા માટે સ્વૈચ્છિક લોકડાઉન
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લામા કોરોના ના કેસો મા દિવસે ને દિવસે સંક્રમિત કેસો મા વધારો થતા પ્રાંતિજ ના વિવિધ વેપારીઓ વેપારીઓ એશોસેશિયન ના પ્રમુખો દ્રારા સોમ થી સોમ એક અઠવાડિયા માટે પ્રાંતિજ બજાર મા સ્વયંભૂ સ્વૈચ્છિક લોકડાઉન ની જાહેરાત કરવામા આવી હતી જેને લઈ ને સોમવાર ના રોજ પ્રાંતિજ બજાર સ્વયંભૂ સજજડ બંધ જોવા મળ્યુ હતુ .
પ્રાંતિજ સહિત તાલુકામા કોરોના સંક્રમિતો નો રાફડો ફાટતા પ્રાંતિજ ના વેપારીઓ અને વિવિધ વેપારી એસોસીએશન ના પ્રમુખો દ્રારા કોરોના ના સંક્રમણ ને વધુ જતુ અટકાવવા માટે નગર પાલિકા ના પ્રમુખ દિપકભાઇ કડીયા ની અધ્યક્ષ સ્થાને યોજાયેલ મીટીંગ મા સોમ થી સોમ એક અઠવાડીયા માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લેવામા આવ્યો હતો જેને લઈ ને ૨૬ એપ્રિલ થી ૩ મે સુધી વેપારીઓ દ્રારા પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામા આવ્યો હતો જેને લઈ ને ૨૬ એપ્રિલ અને સોમવાર ના દિવસે પ્રાંતિજ બજાર શાકભાજી ની દુકાનો સહિત ની દુકાનો વહેલી સવારથીજ સજજડ બંધ જોવા મળ્યુ હતુ
મેડિકલ ની દુકાનો અને દુધ ની દુકાનો ખુલ્લી જોવા મળી હતી ત્યારે બજાર બંધ રહેતા સંક્રમણ મા ધટાડો થશે ત્યારે હાલતો સંક્રમણ , સોશિયલ – ડીસટન અને માસ્ક એ જ કોરોના ને મ્હાત આપવા પહેલુ હથિયાર છે અને ચુસ્ત પણે દરેક લોકો પાલન કરે તો ઝડપ થી આ અવરનવર લોકડાઉનો માથી છુટકારો મલશે ત્યારે હાલતો પ્રાંતિજ ના વેપારીઓ દ્રારા ફુલ લગ્ન ગાળાની સિઝન મા પણ કોરોના સંકમણ ને લઈ ને સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે .