આંતરરાષ્ટ્રીય સ્તરની એજ્યુટેક મુખ્ય અપગ્રેડએ 120 મિલિયન અમેરિકન ડોલરનું ભંડોળ ઊભું કર્યું
મુંબઈ, દક્ષિણ એશિયાની સૌથી મોટી ઓનલાઇન હાયર એજ્યુકેશન કંપની અપગ્રેડએ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ સિંગાપોરમાં હેડક્વાર્ટર ધરાવતી આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટમેન્ટ કંપની ટેમાસેક પાસેથી 120 મિલિયન અમેરિકન ડોલરનું ભંડોળ ઊભું કર્યું છે. આ એજ્યુટેક ક્ષેત્રની અગ્રણી કંપનીએ પ્રાપ્ત કરેલું પ્રથમ એક્ષ્ટર્નલ ફંડિંગ છે.
છ વર્ષ અગાઉ વર્ષ 2015માં સ્થાપના થયા પછી અત્યાર સુધી અપગ્રેડ મૂડી-કાર્યદક્ષ વ્યવસાય તરીકે એના સહ-સ્થાપકોની 100 માલિકીની, ફંડેડ અને સંચાલિત કંપની છે.
અપગ્રેડએ નવા મૂડી ભંડોળનો ઉપયોગ એની ટીમને વધારવા, આંતરરાષ્ટ્રીય બજારોમાં એની કામગીરી વધારવા, ટેકનોલોજીને અપગ્રેડ કરવા અને કાર્યક્ષમતાને વેગ આપવા, મર્જન અને એક્વિઝિશનની તકો ઝડપવા, ભારતમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિગ્રી પોર્ટફોલિયો વધારવા તેમજ વર્ષ 2026 સુધીમાં એની આવક 2 અબજ અમેરિકન ડોલર કરવાના લક્ષ્યાંકને હાંસલ કરવા કામગીરીને વધારવાની યોજના ધરાવે છે, જેથી ભારતમાંથી વિકસેલા આંતરરાષ્ટ્રીય સ્તરના હાયર-એજ્યુટેક લીડર તરીકે એની પોઝિશન મજબૂત કરી શકાય.
અપગ્રેડના સહ-સ્થાપકો રોની સ્ક્રૂવાલા, મયંક કુમાર અને ફાલ્ગુ કામ્પલ્લીએ સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, “અમે આંતરરાષ્ટ્રીય વર્કફોર્સના દરેક અને તમામ સભ્ય માટે તેમના વિશ્વસનિય લાઇફલોંગ લર્નિંગ પાર્ટનર તરીકે તેમની કારકિર્દીને વધારા સફળ બનાવવાના તેમજ કારકિર્દીમાં અર્થસભર પરિણામોને વેગ આપવાના અમારા મિશનમાં ટેમાસેકને આવકારીએ છીએ.
આ મૂડીભંડોળ આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરી વધારવાની અને ભારતમાં એની પહોંચ વધારવાની અમારી કટિબદ્ધતાને વેગ આપશે, કારણ કે અમે ભારતનું દુનિયાની શૈક્ષણિક કેન્દ્ર બનાવવાના અમારા લક્ષ્યાંક સાથે અગ્રેસર છીએ.”
અપગ્રેડના એક્સક્લૂઝિવના ફાઇનાન્સિયલ સલાહકાર તરીકે ક્રેડિટ સૂસ્સીએ તેમજ કાયદેસર સલાહકાર તરીકે રાજારામ લીગલે કામગીરી કરી હતી.