Western Times News

Gujarati News

બંગાળમાં સાતમા તબક્કામાં પણ મતદારોએ ઉત્સાહજનક મતદાન કર્યું : સરેરાશ ૭૫ ટકા મતદાન

Files Photo

કોલકતા; કોરોા સંક્રમણ વચ્ચે બંગાળમાં આજે સાતમા તબક્કાનું મતદાન યોજાયુ હતું. સાતમા તબક્કામાં આજે કોલકતાની ચાર માલદાની છ મુર્શીદાબાદની નવ દક્ષિણ દિનાજપુરની છ અને પશ્ચિમ વર્ધમાનની નવ વિધાનસભાની ૩૪ બેઠકો માટે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદારોએ ૨૬૭ ઉમેદવારોનું ભાવી ઇવીએમ મશીનમાં સીલ કરી દીધુ હતું. ચુંટણી પંચના જણાવ્યા અનુસાર બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ૬૨.૨૭ ટકા મતદાન થયું હતું જયારે સાંજના પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ ૭૫ ટકા જેટલું મતદાન થયું હતું. સવારે મતદાનમાં મહિલાઓ અને યુવાનોએ મતદાન કર્યું હતું પ્રથમવાર મતદાન કરી રહેલા મતદારોમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો.જાે કે કેટલાક સ્થળોએ હિંસાની ઘટનાઓ પણ બની છે.
પશ્ચિમ વર્ધમાનની આસનસોલ દક્ષિણ વિધાનસભામાં ટીએમસીનું બુથ તોડવાનો પૂર્વ કોર્પોરેટરની પિટાઇનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આસનસોલ દક્ષિણ વિધાનસભા વિસ્તારના જે કે નગરમાં ટીએમસી શિબિરને તોડવાનો આરોપ કેન્દ્રીય વાહની પર ટીએમસીએ લગાવ્યો છે ટીએમસીનો દાવો છેકે બુથ ૨૦૦ મીટરના અંતર પર હતું છતાં શિબિરનો તોડવામાં આવ્યું છે આ ઘટનાને કારણે વિસ્તારોમાં તનાવ વધી ગયો હતો બીજી તરફ બર્નપુરના સોનામતી સ્કુલની પાસે પોલીસ અને ટીએમસી કાર્યકરો વચ્ચે વિવાદ થયો હતો.આ ઉપરાંત ચાંચલ વિધાનસબા વિસ્તારમાં કહેવાતી રીતે ટીએમસી સમર્થક દંપત્તિ પર ધારદાર હથિયારોથી હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે.દંપત્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્ય છે. જયારે રતુઆ વિધાનસભા વિસ્તારના પિડોલતકા ખાતે ૧૪૯ નંબર બુથ પર સંયુકત મરચાના પોલિંગ એજન્ટને બેસવા નહીં દેવાનો આરોપ ટીએમસીએ લગાવ્યો છે.

જયારે ગાજાેલ વિધાનસભા વિસ્તાન એક બુથની અંદર બાઇક પર મુખ્યમંત્રી મમતા બેનર્જીનું સ્ટિકર લાગેલ હતું તેને લઇને હગામો થયો હતો. જયારે રાજયના વરિષ્ઠ મંત્રી ફિરહાદ હકીમે મતદાન દરમિયાન સનસનીખેજ આરોપ લગાવ્યો છે કે તેમના પોલિંગ એજન્ટને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે આ અંગે કોલકતા પોલીસમાં ફરિયાદ કરી છે.
આ ઉપરાંત કોલકતાની રાસબિહારી બેઠકથી ભાજપના ઉમેદવાર સેનાના પૂર્વ ઉપ પ્રમુખ લેફિટનેટ જનરલ (નિવૃત) સુબ્રત સાહાના પોલીગ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે.

કેના પર અભદ્રતા કરવાનો આરોપ લાગ્યો હતો જયારે ટીએમસીના ઉમેદવાર દેવાશીષ કુમારે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય દળ મતદારોને મતદાન કેન્દ્રમાં પ્રવેશ કરતા રોકી રહી છે. તેમણે આ અંગેની ફરિયાદ ચુંટણી પંચને પણ કરી છે. માલદા જીલ્લાની રતુઆ વિધાનસભા વિસ્તારના બખરા ગામમાં ભાજપના પોલીગ એજન્ટ શંકર સરકારને બુથથી ધકકો મારી બહાર કરી દેવાનો મામલો સામે આવ્યો છે

આ વાત ખુદ શંકરે કરી છે. તેમણે કહયું હતું કે ટીએમસીના કાર્યકરોએ ધમકી આપી છે અને મને ઘક્કો મારી બહાર કરી દેામાં આવ્યો છે જાે કે ટીએમસીએ કહ્યું કે શંકર આ વિસ્તારનો મતદાર નથી આથી તેને વિનંતી કરવામાં આવી હતી કે તે બુથથી બહાર ચાલ્યો જાય પરંતુ તે ગયો ન હતો.તેને કોઇ ધમકી આપવામાં આવી ન હતી.ભાજપના આસનસોલ દક્ષિણ વિધાનસભા બેઠકના ઉમેદવારો આરોપ લગાવ્યો છે કે બકતારનગર હાઇસ્કુલના એક પોલીગ બુથ પર ટીએમસીનો પોલીંગ એજન્ટ મમતા બેનર્જીની ફોટોવાળી ટોપી પહેરીને આવ્યો હતો.

સાતમા તબક્કાના મતદાન દરમિયાન ટીએમસી સાંસદ નુસરત જહાં અને તેમના માતા પિતા કોલકતાના એક મતદાન કેન્દ્ર પર મતદાન કરવા માટે પહોંચ્યા હતાં. જયારે મમતા બેનર્જીનો ભત્રીજાે અભિષેક બેનર્જી ભવાનીપુરાં મતદાન કરવા માટે પહોંચ્યો હતો મતદાન બાદ તેણે કહ્યું કે બહુમતી સાથે મમતા બેનર્જીની સરકાર બનશે
જે મહાનુભાવોનું આજે ભાવિ સીલ થયું છે તેમાં ટીએમસીના ફિરદાહ હકીમ સુબ્રત મુખર્જી અને શોભનદેવ ચટ્ટોપાધ્યા, ભાજપમાંથી અભિનેતા રૂદ્રનીલ ધોષ,જાણીતા અર્થશાસ્ત્રી અશોકકુમાર લાહિડી આસનસોલના પૂર્વ મેયર જીતેન્દ્ર તિવારી અને જાણીતા ફેશન ડિઝાઇનર અગ્નિમિત્રા પાલ જયારે સંયુકત મોરચા તરફથી જેએનયુની છાત્ર સંધના અધ્યક્ષ આઇશી ધોષ અને આભાસ રાય ચૌધરી માકપા,અને મઇનુલ હક અને આબુ હેના કોંગ્રેસનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.