Western Times News

Gujarati News

રેમડેસિવિરના કાળાબજારમાં શિફા હોસ્પિટલનાં સ્ટાફની સંડોવણી બહાર આવી

પ્રિસ્કીપ્શનનો ઉપયોગ કરી ૩૦ ઈન્જેક્શનો મેળવ્યા

અમદાવાદ: શહેરમાં તથા રાજ્યમાં કોરોનાની બિમારીને પગલે રેમડેસિવિર દવાનાં ઇન્જેકશનોની માંગ એકાએક વધી જતાં તેની કાળાબજારી શરૂ થઈ છે. જેને પગલે સામાન્ય નાગરીકો માટે ઇન્જેકશન ખુટી પડતાં તંત્રએ સક્રીય થવાની ફરજ પડી છે અને દવાઓની કાળાબજારી કરતાં કેટલાંય શખ્શોને ઝડપી લીધાં છે. આ પરીસ્થિતિમાં શહેરની શિફા હોસ્પીટલનાં સ્ટાફની સંડોવણી પણ આ મામલે બહાર આવી છે. જેમાં બે વ્યક્તિઓ વચ્ચે રૂપિયાા બાબતે માથાકુટ થતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી.

જમાલપુર ચાર રસ્તા ખાતે આવેલી શિફા હોસ્પીટલમાં અલ્તાફ અશરફભાઈ લોહીયા લીલારાજ બંગ્લો, દાણીલીમડા ફાર્માસીસ્ટ તરીકે કાર્યરત છે. જ્યારે યાસ્મીનબાનું શેખ (ગોવીંદ પટેલની ચાલી, દાણીલીમડા) અગાઊ આ જ હોસ્પીટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. એપ્રિલની શરૂઆતમાં શિફા હોસ્પીટલનાં કોરોનાનાં દર્દીઓને પણ રેમડેસિવિર દવા મળવાની પરમિશન મળતાં અલ્તાફ અને યાસ્મીને ભેગાં મળીને તેની કાળાબજારી કરવાનું શરૂ કર્યુ હતુું

તે મુજબ રેમડેસિવરની જરૂરીયાતવાળા ચાર દર્દીઓની પાસેથી દસ્તાવેજાે લઈ લીદા હતા. બાદમાં એસ.વી.પી. હોસ્પીટલમાંથી રેમડેસિવિરનાં ૧૨ ઇન્જેક્શનો મેળવ્યા હતા. પરંતુ દર્દીના સગાઓને બહાનુ બનાવીને ના પાડી દીધી હતી. આ દરમિયાન યાસ્મીન અને અલ્તાફ વચ્ચે કમિશન બાબતે ઝઘડો થતાં અલ્તાફે યાસ્મીન ઉપર આક્ષેપ કરતી અરજી એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં કરી હતી. જેની તપાસ પીએસઆઈ વી.આઈ.રબારી દ્વારા કરવામાં આવતાં બંનેએ મળીને જ શિફા હોસ્પીટલનાં લેટર પેડ તથા ડૉક્ટરનાં પ્રિસ્ક્રીપ્શનને આધારે તેમણે એસવીપી હોસ્પીટલમાંથી કુલ ૩૦ રેેમડેસિવિર ઇન્જેકશનો મેળવ્યાનું બહાર આવ્યું હતું.

ઉપરાંત જાકીરહુસેન શેખ નામનાં અન્ય એક વ્યક્તિની પણ સંડોવણી ખૂલી છે. પીએેસઆઈ રબારીનાં જણાવ્યા અનુસાર ઇન્જેકશનો બંનેએ કોઈની માટે વાાપર્યા છે કે વેચાણ કર્યા છે એ બાબતે હાલમાં તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિફા હોસ્પીટલ પોતાનાં દર્દીઓ માટે હાલ સુધી કુુલ ૧૨૩ રેમડેસિવિર ઇન્જેકશન એસવીપીમાંથી મેળવી ચૂકી છે. જ્યારે તપાસમાં વધુ કેટલીક ચોંકાવનારી વિગતો પણ બહાર આવવાની શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.