DM અને CMO સહિત ૫૦ ઓફિસર કોરોના સંક્રમિત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/corona-13-1024x683.jpg)
ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના જિલ્લાધિકારી અજય શંકર પાંડે કોરોના સંક્રમિત થયાના એક દિવસ બાદ જિલ્લાના મુખ્ય ચિકિત્સા અધિકારી અને પોલીસ પ્રમુખ સહિત લગભગ ૫૦ ઓફિસરો કોવિડ-૧૯થી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. આ જાણકારી અધિકારીઓએ આપી. ઉત્તર પ્રદેશનો ગાઝિયાબાદ જિલ્લો કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત જિલ્લાઓમાં સામેલ છે. જિલ્લા મલેરિયા અધિકારી જ્ઞાનેન્દ્ર મિશ્રાએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે સોમવારે સંક્રમિત મળેલા અધિકારીઓમાં ડોક્ટર અને મેડિકલ કર્મીઓ પણ સામેલ છે.
તેમણે જણાવ્યું કે સીએમઓ એન કે ગુપ્તા જિલ્લાધિકારી પાંડે સાથે કામ કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે ગુપ્તા ગાઝિયાબાદમાં કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે પાંડેની ટીમના સભ્ય હતા. આ ઉપરાંત જિલ્લા મહિલા હોસ્પિટલના સીએમએસ ડો.સંગીતાા ગોયલ, ડો.કૃષ્ણા મલ્લ, ડો.આરપી સિંહ, આર સી ગુપ્તા, મદનલાલ, ડો.સંગીતા, ડો.મુકેશ ત્યાગી પણ કોરોના સંક્રમિત છે.
૧૭ લેબ ટેક્નિશિયન અને પાંચ ફાર્માસિસ્ટ પણ કોરોના સંક્રમિત થયા છે. ડીએમના સંક્રમિત થયા બાદ જીડીએ વી સી કૃષ્ણા કરુણેશને ડેએમ ગાઝિયાબાદનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં કોરોનાના નવા કેસ પર લગામ કસતી જાેવા મળતી નથી. પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૩૫૭૪ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં લખનઉમાં કોરોનાના નવા ૪૫૬૬ નવા દર્દીઓ નોંધાયા છે. પ્રયાગરાજમાં ૧૧૧૩, કાનપુરમાં ૨૦૪૦, વારાણસીમાં ૧૮૩૮, મેરઠમાં ૧૨૯૦ નવા કેસ નોંધાયા છે.