બિગ બોસ ૧૨ ફેમ સૌરભ પટેલ શોકમાં ગરકાવ થયો
મુંબઈ: કોવિડ-૧૯ના કારણે બિગ બોસ ૧૨ના કન્ટેસ્ટન્ટ સૌરભ પટેલના પિતાનું નિધન થયું છે. પિતાના અવસાનના સમાચાર તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા આપ્યા છે, જ્યાં તેણે લોકોને ઘરમાં રહેવા અને બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની અપીલ કરી છે. ઈન્સ્ટાગ્રામ પરની લાંબી પોસ્ટમાં સૌરભ પટેલે લખ્યું છે કે, તેના પિતા તેના મિત્ર હતા અને ઓક્સિજન સિલિન્ડર, ડોક્ટરો અને અન્ય સોર્સ હોવા છતાં તે પોતાના પિતાને બચાવી શક્યો નહીં. પોતાના મનની સ્થિતિ વિશે વાત કરતાં, દુઃખી સૌરભે જણાવ્યું છે કે, ફટકો તેને મળ્યો છે, તેની ભરપાઈ કંઈ પણ બાબત કરી શકે તેમ નથી. પિતા સાથેની બે તસવીરો શેર કરીને સૌરભ પટેલે લખ્યું છે કે, ‘મારા પિતા આ દુનિયામાં નથી રહ્યા. તેઓ મારા માટે પિતા કરતાં મિત્ર વધારે હતા. હું આપ તમામને માત્ર એટલું કહેવા માગુ છું કે, પ્લીઝ તમે બિંદાસ્ત ફરી રહ્યા છો
તમારા પરિવારના લોકો ક્યાંક જવા માટે કહી રહ્યા છે તો પ્લીઝ તેમને ક્યાંય જવા નદો કારણ કે ‘જાન હૈ તો જહાં હૈ’ આ એ ટાઈમ છે જ્યાં પૈસા, સોર્સ કંઈ કામ આવી રહ્યા નથી. મેં મારા પિતાને મારી આંખની સામે આ દુનિયામાંથી જતા જાેયા છે. મારી પાસે બધું હતું, ઓક્સિજન સિલિન્ડર, ડોક્ટર, સોર્સ બધું જ, તેમ છતાં બચાવી ન શક્યો. વિનંતી કરું છું કે, ઘરે રહો પોતાનો લોકોની સાથે, જ્યારે આવુ કંઈક થાય ત્યારે મગજ કામ કરવાનું બંધ કરી દે છે. આગળ તેણે લખ્યું છે કે,
‘મેં મારા પિતાને નહીં પરંતુ એક મિત્રને ગુમાવ્યા છે. હવે કંઈ સારું નથી લાગી રહ્યું. હું દુનિયામાં કંઈ પણ બની જાઉ, કંઈ પણ સારું કરી લઉ…આખી દુનિયા વખાણ કરી લે પણ તે ખુશી નથી મળતી, જેટલી મારા પિતાને થતી હતી. તેમને જાેઈને મને જે ખુશી મળતી હતી, તે હું જણાવી શકતો નથી. બિગ બોસમાં સૌરભ પટેલની કો-કન્ટેસ્ટન્ટ રહેલી સના ખાને તેને સાંત્વના પાઠવી છે. તેણે કોમેન્ટ કરીને લખ્યું છે કે, ‘તને જે નુકસાન થયું તેના માટે દુઃખ છે. આંટી માટે મજબૂત રહેજે’. ઉર્વશી વાણીએ લખ્યું છે કે, ‘સોરી મજબૂત રહેજે ભાઈ ભગવાન તેમની આત્માને શાંતિ આપે.