Western Times News

Gujarati News

બાયડમાં પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ કેટલો ઉમદા હોય છે તેનું ઉદાહરણ જોવા મળ્યું 

બાયડમાં લગભગ ૧૭ વર્ષથી થી કપિરાજોને બિસ્કીટ ખવડાવનાર સુરેશભાઈ દરજી નું મોત થતો કપિરાજો ૭ કિલોમીટર દૂરથી સુરેશભાઈ દરજીના ઘરે આવ્યા 

બાયડમાં કોરોના થી મૃત્યુ પામેલા સુરેશભાઈ દરજી જે એસ. કુમાર ના હુલામણા નામથી ઓળખાતા હતા જેવો સારા ગાયક હસમુખ સ્વભાવના અને સેવાભાવી ભજન મંડળીમાં પણ તેઓ ઉમદા રસ દાખવતા હતા  છેલ્લા લગભગ ૧૭ વર્ષથી કપિરાજો ને બાયડ થી ૭ કિલોમીટર દૂર આવેલા ભુખેલ ગામના હનુમાનજીના મંદિરે જઈ બિસ્કીટ ખવડાવતા હતા સુરેશભાઈ દરજી નું મોત થતા સાત કિમીઅંતર કાપી કપિરાજો મૃતક સુરેશભાઈ દરજીના ઘરે પહોંચી જતા સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા હતા

બાયડ ના વેપારી આગેવાન સુરેશભાઈ દરજી નું  કોરોનાથી અવસાન થતા વ્યાપારીઓ માટે શોક છવાયો હતો બીજી તરફ  છેલ્લા ૧૭ વર્ષથી સુરેશભાઈ દરજી બાયડ થી ૭ કિલો મીટર  દૂર આવેલા ભુખેલહનુમાનજીના મંદિરે દર શનિવારે કપિરાજો ને બિસ્કીટ ખવડાવવા જતા હતા સુરેશભાઈ દરજીના પુત્ર સચીન ભાઈ ના લગ્ન શનિવારના દિવસે હતા તેમ છતા લગ્નમાં મોડા જઈ પરંતુ પહેલા કપિરાજો ને બિસ્કીટ ખવડાવવા ગયા હતા

કપિરાજ તથા  સુરેશભાઈ દરજી નો પ્રેમ એટલી હદ સુધી હતો કે સુરેશભાઈ દરજી નું અવસાન થતા  શનિવારે તેમને ભુખેલ મંદિરે ના જોતા કપિરાજો ઓ નું ટોળું સાત કિ.મી અંતર કાપી તેમના ઘર આગળ આવી બેસી ગયું હતું સોમવારે વહેલી સવારથી જ  કપિરાજો ટોળું ઘર આગળ આવતા  સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા

સુરેશભાઈ દરજીના પુત્ર  સચીન ભાઈ એ  પણ  તેમના પપ્પા ની પરંપરા જાળવી રાખી સચીન ભાઈ એ પણ ઘર આવેલ કપિરાજો ને બિસ્કીટ ખવડાવ્યા હતા  સુરેશભાઈ ના પુત્ર સચિનભાઈ જણાવ્યું હતું કે  કપિરાજો મારા ઘર આગળ બેસી ગયા હતા અને કોઈને પણ હેરાન કર્યા ન હતા અને તેઓ ઘર છોડીને જતા પણ નથી આવો પ્રાણીઓ પ્રત્યે નો પ્રેમ ભાગ્ય જ જોવા મળતો હોય છે ખરેખર આજે તો સુરેશભાઈ દરજી ને સેલ્યુટ કરવાનું મન થાય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.