નડ્ડાએ વિજય સરધસ પર ચુંટણી પંચની રોકના નિર્ણયને આવકાર્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Nadda-1024x576.jpg)
નવીદિલ્હી: મતગણતરીના દિવસે પરિણામો બાદ કોઇ પણ રીતના વિજય સરધસ કે ઉજવણી પર પ્રતિબંધની ચુંટણી પંચના નિર્ણયનું ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ સ્વાગત કર્યું છે.તેમણે ટ્વીટ કરી લખ્યું કે ભાજપ ચુંટણી પંચ દ્વારા પરિણામો બાદ વિજય સરધસ પર પ્રતિબંધના નિર્ણયનું સ્વાગત કરે છે.મેંં ભાજપના તમામ રાજય એકમોને આ નિર્ણયનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે અમારો દરેક કાર્યકર પુરી ઉર્જાની સાથે આ સંકટની ઘડીમાં સામાન્ય જનતાની સેવામાં સતત લાગેલો રહેશે તમામ રાજયોની ભાજપ એકમ વિધાનસભા ચુંટણીઓ અને પેટાચુંટણીઓના પરિણામોના દિવસે ચુંટણી પંચના આદેશ અને કોવિડ સંબંધી પ્રોટોકોલોનું અક્ષરશ પાલન કરશે મારી તમામ કાર્યકર્તાઓ અને દેશવાસીઓને વિનંતી છે કે હાલ વધુમાં વધુ આરોગ્ય સંબંધી નિયમોનું પાલન કરે અને જાગૃતિ વધારે
એ યાદ રહે કે દેશમાં કોરોનાના વધતા મામલા વચ્ચે ચુંટણી પંચે મતગણતરીના દિવસે પરિણામો બાદ કોઇ પણ રીતના વિજય જુલુસ કે ઉજવણી પર પુરી રીતે પ્રતિબંધ લગાવી દીધો છે પશ્ચિમ બંગાળ તમિલનાડુ કેરલ આસામ અને પોડિચેરીમાં થયેલ વિધાનસભા ચુંટણીના પરિણામ બે મેના રોજ જાહેર થનાર છે પરિણામ બાદ ઉમેદવારો ફકત હે લોકોની સાથે રિટર્નિગ ઓફિસરથી જીતનું સર્ટિફિકેટ લેવા જઇ શકશે તેનાથી વધુ નહીં