દેશમાં ૨૪ કલાકમાં ૩,૨૩,૧૪૪ નવા કેસ નોંધાયા, ૨૭૭૧ દર્દીનાં મોત
![Rajkot father mother son death Corona](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/corona3.jpg)
નવીદિલ્હી: કેન્દ્રીય આરોગ્ય વિભાગે આજે મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૨૩,૧૪૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૭૭૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૭૬,૩૬,૩૦૭ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૧૪,૫૨,૭૧,૧૮૬ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૪૫ લાખ ૫૬ હજાર ૨૦૯ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૨,૫૧,૮૨૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨૮,૮૨,૨૦૪ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૯૭,૮૯૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૬ એપ્રિલ સુધીમાં ભારતમાં કુલ ૨૮,૦૯,૭૯,૮૭૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે સોમવારના ૨૪ કલાકમાં ૧૬,૫૮,૭૦૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.