આઈપીએલના ખેલાડીઓ પહેલી મેથી રસી લઈ શકશે
IPL રમતા વિદેશી ક્રિકેટરોને રસી મુકાશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નથીઃ બોર્ડે ક્રિકેટરો પર નિર્ણય છોડ્યો
નવી દિલ્હી, ભારતમાં એક મેથી ૧૮ વર્ષથી વધારે વયના લોકોને કોરોનાની રસી મુકવાનુ અભિયાન ચાલુ થશે.જેના પગલે ક્રિકેટરોને રસી મુકવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે.હાલમાં ભારતના અને વિશ્વના મોટાભાગના જાણીતા ક્રિકેટરો આઈપીએલમાં રમી રહ્યા છે ત્યારે ભારતના ક્રિકેટ બોર્ડે રસી લેવી કે નહીં તે અંગેનો ર્નિણય ભારતના ક્રિકેટરો પર છોડી દીધો છે. જાેકે આઈપીએલમાં રમી રહેલા વિદેશી ક્રિકેટરોને રસી મુકાશે કે કેમ તે અંગે હજી કોઈ સ્પષ્ટતા નથી.
એવી અટકળો થઈ રહી છે કે, વિદેશી ખેલાડીઓને ભારતમાં રસી નહીં મુકી શકાય તો બીજી તરફ એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, આ ક્રિકટરોને રસી મુકવી કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. જાેકે એક વાદો એવો છે કે, માત્ર ભારતીય ખેલાડીઓને જ વેક્સીનનો ડોઝ મળી શકે છે.
આ પહેલા કોરોના સંક્રમણના કારણે ભારતના સ્પીનર અશ્વિન તેમજ ઓસ્ટ્રેલિયાના ચાર ક્રિકેટરો આઈપીએલ છોડી ચુક્યા છે. જાેકે ભારત સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે, આઈપીએલ ટુર્નામેન્ટ યથાવત રહેશે અને ક્રિકેટરોના છોડવાથી તેના પર કોઈ અસર નહીં પડે. જાે દિલ્હીમાં કોરોનાથી સ્થિતિ વધારે ખરાબ થશે તો અમે ઈન્દોર અન હૈદ્રાબાદને બીજા વિકલ્પ તરીકે તૈયાર રાખ્યુ છે.