કોમેડિયન સુગંધા મિશ્રા સંકેત ભોંસલેની થઇ ગઈ
મુંબઈ: કોમેડિયન સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે એક બીજાનાં થઇ ગયા. ૨૬ એપ્રિલનાં બંનેએ જલંધરનાં ક્લબ કબાનામાં પરિવારની હાજરીમાં લગ્ન કર્યાં. સુગંધાની મિત્ર અને પ્રોડ્યૂસર પ્રીતિ સિમોન્સનાં લગ્નની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કોરોના મહામારીને જાેતા લગ્નમાં ઓછામાં ઓછા મહેમાનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરિવારનાં ગણતરીનાં સભ્યોની હાજરીમાં લગ્ન સંપન્ન થયા.
કોમેડીની દુનિયાનાં બે કલાકારો સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલેનાં લગ્ન પર લોકોની નજર હતી. લગ્ન સમારંભમાં ફ્કત પરિવારવાળા જ હાજર હતાં. સુગંધાનાં પરિવાર તરફથી સોશિયલ મીડિયા પર હેલાં જ આ સંબંધી પોસ્ટ શેર કરી તમામને વર-વધૂનાં આશીર્વાદ આપવાં અનુરોધ કરવામાં આવ્યો હતો.
સાથે જ કોરોના અંગે સાદગીની સાથે સમારંભ પણ આયોજિત કરવામાં આવ્યું હતું. મેહમાનોને આમંત્રણ ન આપવાનું દુખ પણ સાઝા કરવામાં આવ્યું હતું. સુગંધાની મિત્ર પ્રીતીએ લગ્ન બાદ જાેડાની પહેલી ઝલક તેમનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. સુંગધા મિશ્રાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર મેહંદીની ઘણી તસવીરો શેર કરી હતી. હાથમાં મેંહદી લગાવેલી લીલા રંગનાં લહેંગામાં સુગંધા ઘણી જ સુંદર લાગી રહી છે.