રસ્તા પર અજાણ્યા શખ્સે છેડતી કરી હતી : ફાતિમા સના શેખ
મુંબઈ: દંગલ ગર્લ ફાતિમા સના શેખને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. તે હાલમાં જ રિલીઝ થયેલી વેબ ફિલ્મ ‘અજીબ દસ્તાન’માં અભિનય કરતી જાેવા મળી હતી. તેના પ્રમોશન દરમિયાન અભિનેત્રીએ તેના જીવનને લગતા એક મોટો ખુલાસો કર્યો છે. તેણે ભયંકર ઘટના વિશે જણાવ્યું જેણે તેને અંદરથી હલાવી દીધી.
તે ઘટનાને યાદ કરતા એક્ટ્રેસે કહ્યું કે, તેની રસ્તા પર એક અજાણ્યા શખ્સે છેડતી કરી હતી. ગત સોમવારના સોશિયલ મીડિયાથી થોડો બ્રેક લેનાર એક્ટ્રેસ ફાતિમાએ જણાવ્યું કે, તેને એક શખ્સ એકીટસે જાેઈ રહ્યો હતો. તે સમયે તે જીમથી પરત ફરી રહી હતી. તે શખ્સને ફાતિમા સના શેખે ઠપકો આપ્યો. ત્યારબાદ બંને વચ્ચે તુ તુ મેં મેંનો દરો શરૂ થયો. વિવાદ વધ્યો અને શખ્સે આગળ વધી સનાના ગાલ પર ટચ કર્યું. આ મામલે વધુ ઉકળ્યો,
આ આગમાં ઘી નાખવા જેવું હતું. ફાતિમા કહે છે, હું રસ્તા પર જઈ રહી હતી. તે દરમિયાન એક છોકરો આવ્યો અને તે મને એકીટસે જાેઇ રહ્યો હતો તો મેં કહ્યું- શું જાેઈ રહ્યો છે? તેણે જવાબ આપ્યો- જાેઇશ, મારી મરજી, મેં કહ્યું- માર ખાવો છે. તેણે તેના જવાબમાં કહ્યું- માર. ફાતિમા સના શેખે વધુમાં કહ્યું, મેં તેને થપ્પડ માર્યો, તેણે બદલામાં મને મુક્કો માર્યો. હું બેહોશ થઈ ગઈ. હું ભાનમાં આવતા જ મારા પિતાને ફોન કરી બોલાવ્યા અને તેમને આ ઘટના વિશે જણાવ્યું. તેઓ બે-ત્રણ લોકોને લઇને આવ્યા.
તેમના આવતા જાેઇ તે શખ્સ શેરીઓમાં ભાગી ગયો. મારા પિતા, મારો ભાઈ અને તેમના કેટલાક મિત્રો પણ પાછળ ગયા. તે કહી રહ્યા હતા- કોણ હતો જેણે મારી દીકરીને હાથ લગાવ્યો? આ ઇન્ટરવ્યૂ દરમિયાન ફાતિમાએ કહ્યું કે, તેના પિતા તેને ઘણો સપોર્ટ કરે છે અને તેના માટે મજબૂત સ્તંભની જેમ છે. ગત વર્ષ તેના એક ઇન્ટરવ્યૂમાં ફાતિમા સના શેખે વધુ એક ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, બાકીના લોકોની જેમ તેને પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર થવું પડ્યું હતું.