ભાવનગરના ભાજપના કાર્યકરે પોલીસને કહ્યું માસ્ક નહીં પહેરું જે થાય કરી લો
કાર્યકર સગરામ કાનાભાઇ ચૌહાણ વિરુદ્ધ જાહેરનામા ભંગ સહિતની કલમો ઉમેરી ફરિયાદ દાખલ કરી હતી
ભાવનગર, કોરોનાના નિયમો જાણે રાજકીય પાર્ટીને લાગુ ન પડતા હોય તે પ્રકારનાં અનેક કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. પછી તે તેનાનાં પુત્રના લગ્નમાં માનવ મહેરામણ એકત્ર કરવાનું હોય કે, નેતાજીનો બર્થ ડે હોય કે રાજકીય રેલી હોય નેતાઓને કોઇ પણ પ્રકારનાં નિયમો લાગુ પડતા નથી. બધા નિયમો માત્ર સામાન્ય નાગરિક માટે જ હોય એવા કિસ્સાઓ સામે આવતા રહે છે.
પાલિતાણામાં આ પ્રકારનો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં માસ્ક પહેરા વગર ફરી રહેલા એક વ્યક્તિને પોલીસે પકડ્યો હતો. જાે કે તે વ્યક્તિ લાજવાને બદલે ગાજ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું કે, કાયદો પોતાનાં ખિસ્સામાં છે. તેમ કહીને દંડ ભરવાનો ઇન્કાર કર્યો હતો અને દાદાગીરી કરી હતી.
જાે કે પોલીસે તે યુવકા પિતાને બોલાવતા તેના પિતા તેના કરતા પણ વધારે બેશરમ નિકળ્યા હતા. તેણે કહ્યું કે, હું ભાજપનો કાર્યકર છું અને આ મારો દિકરો છે માસ્ક તો નહી જ પહેરે. તમારાથી થાય તે કરી લેવાનું. જેના પગલે પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની અનેક કલમો હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. સગરામ કાનાભાઇ ચૌહાણ વિરુદ્ધ જાહેરનામા ભંગ સહિતની કલમો ઉમેરી ફરિયાદ દાખલ કરી હતી.