આજે ઈરફાન ખાનની પુણ્યતિથિ–ઈરફાને અમ્મા મુજે લેને આઈ હૈ કહીને આંખો મીંચી
અભિનેતા ઈરફાન ખાન અંતિમ મુલાકાતમાં દીકરા બાબીલને બોલાવીને હસતા હસતા કહ્યું હતું કે, હું મરવાનો છું
મુંબઈ, બોલિવૂડ એક્ટર ઈરફાન ખાનની આજે પ્રથમ પુણ્યતિથિ છે. ઈરફાન ખાનનું નામ એવા અભિનેતાઓની શ્રેણીમાં આવે છે જેમણે ભલે બોક્સઓફિસ પર ધમાલ મચાવે તેવી ફિલ્મો વધારે ના આપી હોય, પરંતુ પોતાના અભિનયને કારણે લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે.
ઈરફાન ખાનના ફેન્સ માટે આજે પણ સ્વીકારવું મુશ્કેલ છે કે તે હવે આ દુનિયામાં નથી. ઈરફાન ખાનના દીકરા બબિલે તાજેતરમાં એક ઈન્ટર્વ્યુમાં પિતાના અંતિમ સમયની વાત કરી હતી. તેણે જણાવ્યું કે, હું તેમના અવસાનના બે-ત્રણ દિવસ પહેલા હોસ્પિટલમાં હતો. તે હોશ ગુમાવી રહ્યા હતા અને તેવી સ્થિતિમાં તેમણે મારી સાથે વાત કરી.
પહેલા તેમણે મારી સામે જાેયું, હસ્યા અને કહ્યું હું મરવાનો છું. મેં તેમને કહ્યું કે તેમને કંઈ નહીં થાય. તો ફરીથી હસ્યા અને પછી સુઈ ગયા. ઈરફાનના અંતિમ સમયમાં તેમના પત્ની સુતાપા તેમની સાથે હતા. ઈરફાને તેમની વાઈફને એકાએક કહ્યું કે- જુઓ અમ્મા રુમમાં આવી રહી છે. તે મને લેવા આવી છે.
જુઓ તે મારી બાજુમાં બેઠા છે. તેમના પત્ની સુતાપા જણાવે છે કે, ઈરફાન પોતાના અને બબિલ માટે ઘણી સ્ક્રિપ્ટ જાેઈ રહ્યા હતા. તે કહેતા હતા કે જાે બબિલ એક્ટિંગ જ કરવા માંગતો હોય તો એક ફિલ્મ આવી રહી છે જેમાં એક કોચની સ્ટેરી છે જે દિવ્યાંગ બાળકોને ટૂર્નામેન્ટ માટે તૈયારી કરાવે છે, તે સારી સ્ક્રિપ્ટ છે.
ઉલ્લેખનીય છે કે બબિલ પોતાની ડેબ્યુ ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે તૃપ્તિ ડિમરી જાેવા મળશે. ફિલ્મના ડિરેક્ટર અનવિતા દત્ત છે અને ફિલ્મને અનુષ્કા શર્મા પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.