ગાંધીનગર સિવિલમાં ૧૦૮ની લાંબી લાઈન
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચાલીસ ચાલીસ કલાકથી દર્દીઓ કતારમાં, પોતાના ઈલાજ માટે રાહ જોઈ રહ્યા છે.
સમગ્ર રાજ્યની સાથે પાટનગર ગાંધીનગર માં પણ કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. કેટલાક દર્દીઓ લઈને આવેલી એમ્બ્યુલન્સ પણ ૩૦-૪૦ કલાકથી પોતાનો વારો આવે એની રાહ જોઈ રહી છે.
જો એક દર્દીને ઉતારે તો બીજા દર્દીને લેવા જઈ શકાય. આ રીતે ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં અનેક દર્દીઓ ૧૦૮ નોંધાવ્યા પછી તેની, દિવસોથી રાહ જોઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. સિવિલ સત્તાવાળાઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ નહિ મળતો હોવાનું દર્દીના સગાઓ જણાવી રહ્યા છે.
૧૦૮ માં સિવિલ સુધી પહોંચીને, બિલ્ડિંગ ની બહાર, કેમ્પસમાં રાહ જોઈ રહેલા દર્દીને પોતાનો વારો આવતા કેટલો સમય જશે એનો કોઈ અંદાજ નથી આવી રહ્યો. પરિણામે અનેક દર્દીઓની હાલત કફોડી થઈ રહી છે.