અભિનેત્રી મોનાલિસાની મહિલા સાથે લડાઈ થઈ?
વીડિયોમાં પહેલા તો બંને એકસરખા લાગે છે, પરંતુ પછી મોનાલિસા તાકાત લગાવીને તે મહિલાને ઘક્કો મારે છે
મુંબઈ, ભોજપુરી સિનેમાની સુપરસ્ટાર અને ટીવી એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયોને કારણે હેડલાઇન્સમાં રહે છે. તેના ચાહકો આતુરતાથી તેના ડાન્સ વીડિયોની રાહ જુએ છે. આવી સ્થિતિમાં હવે તેનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
પરંતુ આ વીડિયોમાં મોનાલિસા ડાન્સ કરવાને બદલે ફાઇટ કરતી જાેવા મળી રહી છે. આ વીડિયોમાં મોનાલિસા સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. પરંતુ તેના હાથમાં લાકડી છે અને તે એક મહિલા સાથે લડતી જાેવા મળે છે. પહેલા તો બંને એકસરખા લાગે છે, પરંતુ પછી મોનાલિસા તાકાત લગાવીને તે મહિલાને ઘક્કો મારે છે.
આ વીડિયો જાેઈને ગભરાશો નહીં, કારણ કે આ વીડિયો શૂટિંગ દરમિયાનનો છે. કારણ કે આ શેર કરતી વખતે ખુદ મોનાલિસાએ આ મુદ્દો સ્પષ્ટ કર્યો છે. આ વીડિયોને શેર કરતાં મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું હતું, કેટ ફાઇટ ઓન સ્ક્રીન ફાઇટ-ફાઇટ પર ઓફ સ્ક્રીન ફ્રેન્ડ-ફ્રેન્ડ.
વર્કફ્રન્ટની વાત કરીએ તો મોનાલિસા આ દિવસોમાં ટીવી શો નમક ઇશ્ક કામાં જાેવા મળી રહી છે. તેમની સાથે શ્રુતિ શર્મા અને આદિત્ય ઓઝા, વિશાલ આદિત્ય સિંહ પણ આ સીરિયલમાં કામ કરી રહ્યા છે.