Western Times News

Gujarati News

કેટલીક પેઈનકિલર્સ કોરોનાના લક્ષણોને ગંભીર બનાવી શકે છે: ICMRની ચેતવણી

tablet medicines

ગમે તેમ ગોળીઓ ઠપકારવાથી બકરું કાઢતા ઊંટ પેશી જાય તેવો ઘાટ ઘડાઈ શકે છે એવી ICMRની ચેતવણી

નવી દિલ્લી,  કોરોનાની બીજી લહેર ગુજરાત સહિત સમગ્ર ભારત માટે ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે. જેને કોરોનાના નથી થયો એને કોરોના થવાનો ડર સતાવી રહ્યો છે, તો જેને કોરોના થઈ ગયો છે એનો મોતનો ડર સતાવી રહ્યો છે. માનસિક તકલીફોની સાથે શારીરિક તકલીફો પણ થઈ રહી છે.

સતત માથું દુઃખવું, પેટમાં દુઃખાવો થવો, ખાંસી આવવી, ગળું છોલાવું, વીકનેસ જેવું લાગવું, હાથ-પગ દુઃખવા, જમવાની ઈચ્છા ન થવી, સતત બેચૈની જેવું લાગવું આ તમામ તકલીફોમાંથી લોકો હાલ પસાર થઈ રહ્યાં છે.

ઉલ્લેખનીય છેકે, કોરોના થયા બાદ પણ સંખ્યાબંધ લોકો ઘરે બેઠાં સામાન્ય સારવાર લઈને સાજા થઈ રહ્યાં છે. તો કેટલાંક લોકો હોસ્પિટલની ટ્રિટમેન્ટ લઈને થોડા જ દિવસોમાં પહેલાંની જેમ સ્વસ્થ પણ થઈ રહ્યાં છે. જાેકે, ખાસ કરીને મોટી ઉંમરના લોકોમાં કોરોનાની ઘાતક અસરો જાેવા મળી રહી છે.

આ સ્થિતિમાં જેને કોરોના થયો હોય કે કોરોના જેવા લક્ષણો જણાતા હોય લોકો આડેધડ દવાઓ લીધે રાખે છે. ઘણાં લોકો મેડિકલમાંથી પોતે ડોક્ટર બનીને કોઈએ કિધેલી કે ક્યાંક સાંભળેલી દવાઓ લઈને ગોળીઓ ગળી લે છે. આઈસીએમઆર એટલેકે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચએ આવા લોકોને ચેતી જવાની સલાહ આપી છે. ગમે તેમ આડેધડ ગોળીઓ ઠપકારવાથી બકરું કાઢતા ઊંટ પેશી જાય તેવો ઘાટ ઘડાઈ શકે છે.

એક તરફ સતત વધી રહેલાં કોરોનાના સંક્રમણને કારણે દેશભરમાં દહેશતનો માહોલ છે. ત્યાં કેટલાક એવા પણ દર્દીઓ છે જે કોરોનાથી બચવા અથવા સાજા થવા આડેધડ ગોળીઓ ખાઈ રહ્યાં છે. કોઈની પણ સલાહ માનીને અથવા જાતે જ ડોક્ટર બનીને મેડિકલમાંથી ગોળીઓ લઈને આવા લોકો દવા ખાઈ રહ્યાં છે.

ત્યારે આઈસીએમઆર એટલેકે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચએ અહીં કેટલીક દવાઓના નામ પણ આપ્યાં છે જે દવાઓ કોરોનાના દર્દીઓએ ભૂલથી પણ ન લેવી જાેઈએ. આઈસીએમઆરએ જણાવ્યું છે કે, હ્રદયરોગીઓ માટે જાેખમી ગણાતી આઈબ્રુફેન જેવી કેટલીક પેઈનકિલર્સ કોવિડ-૧૯ના લક્ષણોને ગંભીર બનાવી શકે છે. તેનાથી કિડની ખરાબ થવાનું જાેખમ પણ વધી શકે છે. નોન સ્ટેરોઈડ એન્ટી ઈન્ફ્લેમેટરી દવાઓ લેવાની જગ્યાએ બીમારી દરમિયાન જરૂર પડ્યે પેરાસિટામોલ દવા લેવી જાેઈએ.

આઈસીએમઆરએ વાત પણ સ્પષ્ટ કરી દીધી છેેકે, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટિસ કે હાર્ટના દર્દીઓને કોરોનાનું સંક્રમણ થવાનું જાેખમ વધારે હોવાની વાત એક અફવા છે. આ વાત સાવ ખોટી છે. આ વિવિધ બીમારીથી પીડાતા લોકોને પણ અન્યની સરખામણીમાં સંક્રમિત થવાનું જાેખમ વધુ નથી.

જાેકે, કોરોનાના હળવા લક્ષણો પણ દેખાય તો તરત જ ટેસ્ટ કરાવો. ડાયાબિટિસ, હાઈ બ્લડપ્રેશર અને નબળા હ્રદયવાળા કેટલાક લોકોને ગંભીર લક્ષણો હોઈ શકે છે. આઈસીએમઆરએ જણાવ્યું કે તેમણે વધુ દેખભાળ કરવાની જરૂર છે. તેમજ આઈબ્રુફેન જેવી કેટલીક પેઈન કિલર્સથી હાર્ટના દર્દીઓએ દૂર જ રહેવું જાેઈએ. આ દવાથી આવા દર્દીઓમાં કોરોનાના લક્ષણો વધુ ગંભીર બની શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.