સ્કોટલેન્ડમાં વહેતી નદીનું પાણી પીળા રંગમાં ફેરવાઈ ગયું

જાે ભૂલથી નદીના આ પીળા થયેલા પાણીને પીવામાં આવે તો ગળું અને કિડની બંને ડેમેજ થઈ શકે છે, લોકોમાં ભય
સ્કોટલેન્ડ, પર્યાવરણ પર લોકોની હરકતો કહેર બનીને તૂટી પડે છે. એવા અનેક મામલા જાેવા મળે છે જ્યાં લોકોની હરકતોનું પરિણામ પર્યાવરણને ચૂકવવું પડે છે. અનેકવાર આવા મામલા સામે આવ્યા બાદ લોકો લેક્ચર આપવાનું શરૂ કરી દે છે પરંતુ સુધરતા નથી.
કોરોના જેવી મહામારીનો સામનો કરતી દુનિયામાં અચાનક સનસની ત્યારે ફેલાઈ જ્યારે સ્કોટલેન્ડની એક નદીનું પાણી અચાનક એસિડમાં ફેરવાઈ ગયું. તેની તસવીરો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં વહેતી પોલમાડી બર્ન નદીનું પાણી અચાનક પીળા રંગમાં ફેરવાઈ ગયું. તેની તસવીરો અનેક લોકોએ શૅર કરી છે.
જ્યારે શરૂઆતમાં લોકોએ પાણીનો રંગ પીળો જાેયો તો તેને ચમત્કાર માની બેઠા પરંતુ હકીકતમાં તે મનુષ્ય દ્વારા કરવામાં આવેલી ભૂલનું પરિણામ હતું. નદીના કિનારે આવેલી એક કેમિકલ ફેક્ટરીએ પોતાની ગંદકી નદીમાં ઠાલવી દીધી હતી. તેના કારણે નદીનું પાણી પીળા રંગમાં ફેરવાઈ ગયું હતું.
જ્યારે નદીનું પાણી પીળા રંગનું થઈ ગયું છે તેવી ખબર ફેલાઈ તો ઝ્રઙ્મઅઙ્ઘી ય્ટ્ઠંીુટ્ઠઅ, જે સ્કોટલેન્ડની એક રિજનરેશન ઓર્ગેનાઇઝેશન છે, તેણે પાણીના નમૂનાની તપાસ કરી. તપાસમાં ભયંકર હકીકત સામે આવી. પાણી એસિડમાં ફેરવાઈ ગયું હતું. તેનું એક ટપકું પણ ચામડીને બાળવા સક્ષમ હતું.
જાે ભૂલથી આ પાણીને પીવામાં આવે તો ગળું અને કિડની બંને ડેમેજ થઈ શકે છે. આ નદીના પાણીનો ઉપયોગ અનેક લોકો કરે છે. નદીની પાસે અનેક રહેણાંક છે, જે લોકો નદીના પાણીનો ઉપયોગ કરે છે. પાણી પીળું પડી ગયું હોવાની તસવીરો હવે વાયરલ થઈ રહી છે.
હવે વૈજ્ઞાનિકો નદીના પાણીને વહેલી તકે ઠીક કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ઘણા લાંબા સમય સુધી પાણી પીળું જ રહ્યું. હજુ સુધી પાણીના કારણે કોઈને નુકસાન થવાના અહેવાલ નથી પરંતુ એટલું તો નક્કી છે કે તેનાથી નદીની માછલીઓ અને અન્ય જીવો મરી ગયા હશે.