બ્રિટનની યુવતી હસતાની સાથે જ બેભાન થઈ જાય છે
યુવતી વિચિત્ર બીમારીથી પીડાય છે-યુવતી જ્યારે હસે છે ત્યારે તે પોતાની બોડી પરનો કન્ટ્રોલ ગુમાવી દે છે અને ક્યારેક તો તે હસતા-હસતા ઊંઘી જાય છે
લંડન, બ્રિટનના બર્મિંગહામમાં રહેતી બેલા કિલમાર્ટિન બે ગંભીર બીમારીઓથી પીડાઈ રહી છે, જેને કારણે તેને ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ૨૪ વર્ષની બેલા નારકોલેપ્સી અને કેટાપ્લેક્સી નામની બે બીમારીઓથી પીડાઈ રહી છે.British Woman’s Strange Condition Makes Her Fall Asleep Every Time She Laughs
બેલાએ ક્યારેય વિચાર્યું ન હતું કે, આ બીમારીઓથી તેના માટે હસવાનું મુશ્કેલ બની જશે. હકીકતમાં, નારકોલેપ્સીમાં વ્યક્તિને વધારે ઊંઘ આવે છે, તો કેટાપ્લેક્સી એક એવી બીમારી છે, જેમાં સ્ટ્રોંગ ઈમોશન્સ પ્રભાવી થવા બોડી પરથી કન્ટ્રોલ છૂટી જાય છે. બેલાના મામલામાં આ ઈમોશન હાસ્ય છે.
એ જ કારણે જ્યારે પણ બેલા હસે છે, તે પોતાના શરીર પરનો કાબુ ગુમાવી દે છે અને તે ઘણી વખત હસતા-હસતા ઊંઘી પણ જાય છે. બેલાએ જણાવ્યું કે, હસવાના કારણે તેનું આખું શરીર શટડાઉન મોડમાં જતું રહે છે. તેણે કહ્યું કે, ૨૦૧૬માં ટેનિરાઈફમાં હોલિડે પર ગઈ હતી
ત્યારે તે સ્વીમિંગ પૂલમાં તે કોઈ વાત પર હસવા લાગી અને તેનો પોતાની બોડી પરથી કન્ટ્રોલ છૂટી ગયો હતો, તે પછી માંડ-માંડ ડૂબતા બચી હતી. એ ઘટના પછીથી તે અસુરક્ષિત સ્થળો પર હસવાને લઈને ઘણી સતર્ક રહે છે. બેલાએ પોતાની બીમારીના કારણે ડ્ર્રાઈવિંગ લાઈસન્સ પણ પાછું આપવું પડ્યું છે.
તેણે કહ્યું કે, મારી સાથે વધુ સમસ્યા ત્યારે થાય છે કે, જ્યારે કોઈ અચાનક ફની વાત કહી દે અને એવામાં જ્યારે મારાથી હસવાનું રોકાય નહીં તો હું મારા મસલ્સ પરનો કન્ટ્રોલ ગુમાવી દઉં છું. મારા પગ નબળા પડી જાય છે, મારા માથાનું બેલેન્સ બગડવા લાગે છે. મારી આસપાસ શું થઈ રહ્યું છે, હું એ બધું સમજી શકતી હોઉં છું,
પરંતુ મારા શરીર પર કન્ટ્રોલ ગુમાવી દઉં છું. બેલાએ કહ્યું કે, જ્યારે તેને કેટાપ્લેક્સીની શરૂઆત થઈ તો તેને લાગતું હતું કે, આ હૃદયની બીમારી છે. જાેકે, આ પરેશાની ધીરે-ધીરે શરૂ થઈ. હું જ્યારે પણ હસતી હતી, તો મને થોડા ચક્કર આવતા હતા. તે પછી મારી આંખો થોડી ફરકતી હતી અને મારી આંખો એવી થઈ જતી હતી કે જાણે મેં નશો કર્યો હોય.
પરંતુ હવે એ આગળના સ્તર પર પહોંચી ચૂક્યું છે અને મારો બોડી પરથી કન્ટ્રોલ છૂટી જાય છે. તેણે કહ્યું કે, મારા પરિવારને લાગતું હતું કે, હું નાટક કરી રહી છું, કેમકે હું જ્યારે પણ હસતી હતી તો મારી આંખો ઘણું બધું કહેતી હતી. મને આ બીમારીના કારણે ઘણી વખત ઈજા પણ થઈ છે.