FedEx એ કોવિડ-19 સામેની લડાઈને ટેકો આપવા ભારતને મહત્વપૂર્ણ હેલ્થકેર પુરવઠો પ્રદાન કર્યો
ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ ભારતના દિલ્હીમાં સ્થિત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્લેનમાંથી ઉતરી રહ્યાં છે (ફોટો સ્ત્રોતઃ ફેડએક્સ)
ફેડએક્સ જરૂરિયાતમંદ સમુદાયોને ટેકો આપવા અમારા નેટવર્ક અને કુશળતાનો ઉપયોગ કરીને દુનિયાભરમાં રાહત પ્રયાસોને ટેકો આપવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે. હાલ ચાલી રહેલા પ્રયાસો ઉપરાંત ફેડએક્સએ ભારતમાં 1,000 ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સનું પરિવહન કર્યું છે.
ફેડએક્સ એક્સપ્રેસ MEISAના રિજનલ પ્રેસિડન્ટ જેક મુસેએ કહ્યું હતું કે, “જરૂરિયાતના સમયમાં અમે સમુદાયને મદદ કરવા અમારા નેટવર્કનો ઝડપથી ઉપયોગ કર્યો છે, જેમાં આપણે જીવીએ અને કામ કરીએ છીએ. આજે ફેડએક્સની ફ્લાઇટ કોવિડ-19 સામે હાલ ચાલુ લડાઈમાં અતિ જરૂરી તબીબી પુરવઠો લાવી હતી.”
ફેડએક્સ દેશમાં ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ સહિત તાત્કાલિક જરૂરી દવાઓના પુરવઠા અને ઉપકરણની અવરજવર કરવા ભારત સરકાર, હેલ્થકેર ગ્રાહકો અને મહત્વપૂર્ણ ચીજવસ્તુઓના ઉત્પાદકો સાથે જોડાણ કરવાનું ચાલુ રાખશે.