Vi નું ગિગાનેટ જાન્યુઆરીથી માર્ચ, 2021માં ગુજરાતમાં સૌથી વધુ ઝડપી 4જી નેટવર્ક હતું: ઓકલા®
– ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીધામ, ભાવનગર, પાલનપુર, જામનગર, સુરેન્દ્રનગર, આણંદ, વાપી સામેલ
– વીનું ગિગાનેટ સતત 3 ત્રિમાસિક ગાળાથી ભારતમાં સૌથી ઝડપી 4જી નેટવર્ક, જેણે વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પણ સૌથી ઝડપી 4જી નેટવર્ક તરીકે સ્થાન જાળવી રાખ્યું
અમદાવાદ, વીનું ગિગાનેટ ફિક્સ્ડ બ્રોડબેન્ડ અને મોબાઇલ ટેસ્ટિંગ એપ્લિકેશન્સમાં વૈશ્વિક લીડર ઓકલા® દ્વારા સતત ત્રીજા ત્રિમાસિક ગાળામાં સમગ્ર ભારતમાં સૌથી ઝડપી 4જી નેટવર્ક તરીકે વેરિફાઈ થયું છે. વીએ જાન્યુઆરીથી માર્ચ, 2021ના ત્રિમાસિક ગાળા દરમિયાન અન્ય તમામ ઓપરેટરની સરખામણીમાં સૌથી ઝડપી 4જી સ્પીડ પ્રદાન કરી હતી, જેનાથી એ સંપૂર્ણ ભારતમાં સતત ત્રણ ત્રિમાસિક ગાળામાં સૌથી ઝડપી 4જી સ્પીડ પ્રદાન કરનાર એકમાત્ર ઓપરેટર બની છે.
ગુજરાતમાં વીનું ગિગાનેટ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીધામ, ભાવનગર, પાલનપુર, જામનગર, સુરેન્દ્રનગર, આણંદ અને વાપી જેવા મુખ્ય શહેરો અને ચોક્કસ વિસ્તારોમાં 2020ના ત્રીજા ત્રિમાસિક ગાળાથી 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ માટે સ્પીડ ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. સૌથી ઝડપી 4જી નેટવર્ક વેરિફિકેશન ભારતમાં સરેરાશ 4જી ડાઉનલોડ સ્પીડ માટે સ્પીડટેસ્ટ ઇન્ટેલિજન્સ® ડેટાના ઓકલાના વિશ્લેષણ પર આધારિત છે.
વીનું ગિગાનેટ ભારતના 16 રાજ્યોમાં સૌથી વધુ સરેરાશ 4જી ડાઉનલોડ સ્પીડ તરીકે વેરિફાઈ થયું છે. આ રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, કેરળ, મધ્યપ્રદેશ, છત્તિસગઢ, ઓડિશા, ઝારખંડ, સિક્કિમ, અસમ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ અને નાગાલેન્ડ સામેલ છે. વી મુંબઈ, દિલ્હી, એનસીઆર અને કોલકાતાના મેટ્રો સહિત 135 ભારતીય શહેરોમાં સરેરાશ સૌથી વધુ ઝડપી 4જી ડાઉનલોડ સ્પીડ ધરાવે છે.
જાન્યુઆરીથી માર્ચ, 2021ના ત્રિમાસિક ગાળા માટે ઓકલાનું સૌથી તાજું વેરિફિકેશન ઘરેથી કામ કરવાની સ્થિતિને કારણે ડેટા વપરાશમાં અભૂતપૂર્વ વધારાની પૃષ્ઠભૂમિમાં આવ્યું છે.
આ પર્ફોર્મન્સ પર વોડાફોન આઇડિયા લિમિટેડના એમડી અને સીઇઓ રવિન્દર ટક્કરે કહ્યું હતું કે, “વર્ષ 2020-21ના મોટા ભાગના ગાળામાં સૌથી ઝડપી 4જી નેટવર્ક તરીકે વીએ સાતત્યપૂર્ણ રેટિંગ મેળવ્યું એ જોઈને આનંદ થાય છે, ખાસ કરીને અત્યારે લોકો સંપૂર્ણપણે ટેલીકોમ કનેક્ટિવિટી પર સંપૂર્ણપણે નિર્ભર છે, ત્યારે અમે આ સફળતા મેળવી એનો આનંદ છે.
વર્ષ દરમિયાન ટેલીકોમ નેટવર્ક્સ પર ડેટા વપરાશમાં અનેકગણા વધારાનું દબાણ ઊભું થવા છતાં અમે અમારા નેટવર્કની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે અને અમારા નેટવર્ક વોરિયર્સે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગની કડક આચારસંહિતાના પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે, જેથી વીના ગ્રાહકોને નેટવર્કનો શ્રેષ્ઠ અનુભવ મળે અને તેઓ સ્પર્ધામાં સતત આગળ રહે.”
સ્પેક્ટ્રમના મોટા પોર્ટફોલિયો, અદ્યતન ટેકનોલોજીઓ અને 4જી માટે સ્પેક્ટ્રમની ઊંચી ક્ષમતા સાથે વીએ છેલ્લા બે વર્ષમાં બમણી નેટવર્ક ક્ષમતા અને સ્પીડ ધરાવે છે.