Western Times News

Gujarati News

શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સે એના તમામ ગ્રાહકો માટે રસીકરણના ખર્ચને રિઇમ્બર્સ કરવા પગલું લીધું

મુંબઈ, અગ્રણી એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ કંપની શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (એસએચએફએલ)એ કોવિડ-19 રસીકરણના ખર્ચનું વહન કરીને એના ગ્રાહકોને સહાય કરવા અને તેમને દેશના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમમાં સહભાગી થવા સક્ષમ બનાવવા વધુ એક પગલું લીધું છે.

શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ હંમેશા ‘ગ્રાહકને પ્રાથમિકતા આપવાનો અભિગમ’ ધરાવે છે તથા રોગચાળામાં તમામ ગ્રાહકોની સુખાકારી અને કલ્યાણને ટેકો આપવામાં હંમેશા માને છે. હાલ જ્યારે રસીકરણ મહત્વપૂર્ણ અને સૌથી વધુ મહત્વપૂર્ણ પરિબળ બની ગયું છે, ત્યારે શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સે એના તમામ ગ્રાહકોને નિઃશુલ્ક રસીકરણ પ્રદાન કરવા કમર કસી છે.

શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સના એમડી અને સીઇઓ શ્રી રવિ સુબ્રમનિયમને કહ્યું હતું કે, “શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સમાં અમારા કર્મચારીઓ અને ગ્રાહકો હંમેશા અમારી પ્રાથમિકતા છે. જ્યારે અમે અગાઉ અમારા કર્મચારીઓ માટે રસીકરણના ખર્ચના રિઇમ્બર્સમેન્ટની જાહેરાત કરી હતી, ત્યારે અમે હવે અમારા ગ્રાહકોને પણ આ ખર્ચ આપવાનો નિર્ણય કર્યો છે.

એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં ગ્રાહકો સારી સ્થિતિમાં હોતા નથી અને તેમના માટે ખાનગી કંપનીઓ દ્વારા રસીકરણ સ્વરૂપે નાની રકમનું વહન પણ કરવું પણ મોટો અવરોધ હોય છે. પરિણામે રસીકરણ અભિયાન પાટાં પરથી ઉતરી શકે છે. અમારું માનવું છે કે, જ્યારે ગ્રાહકો રસીકરણનો નિર્ણય લેશે, ત્યારે આ પહેલ તેમને તેમની સમસ્યાનું સમાધાન કરશે અને તેમને વાજબી દર રસી મૂકવવા સક્ષમ બનાવશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.