Western Times News

Gujarati News

ધન્વન્તરીમાં દર્દીઓના સગાએ મેડિકલ સ્ટૂડન્ટ્‌સને ધમકાવ્યા

File

દર્દીઓના સબંધીઓ પીપીઈ કીટ પહેરીને હોસ્પિટલમાં ઘૂસી જતાં સુરક્ષા વ્યવસ્થા અને મેનેજમેન્ટ સામે સવાલ

અમદાવાદ,  શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત યુનિવર્સિટીના કોન્વોકેશન સેન્ટરમાં ડીઆરડીઓના સહયોગથી ઊભી કરવામાં આવેલી ધન્વન્તરી હોસ્પિટલમાં ફરજ બજાવતા બી. જે. મેડિકલ કોલેજના ૧૦૪ એમબીબીએસના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે ગુરુવારની રાત ખૂબ જ માનસિક તાણ ભરી રહી હતી.

એક અહેવાલ મુજબ આ વિદ્યાર્થીઓને હાલ ધન્વન્તરી હોસ્પિટલમાં નાઇટ ડ્યુટી પર મૂકવામાં આવ્યા છે. ત્યારે દર્દીઓના કેટલાક સંબંધીઓ પીપીઈ કીટ પહેરીને હોસ્પિટલમાં ઘુસી ગયા હતા અને ડોક્ટરને ધમકાવ્યા હતા. આ ઘટનાથી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા અને મેનેજમેન્ટ સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે.

નાઇટ ડ્યુટી પર ફરજ બજાવતા વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે દર્દીઓના કેટલાક સંબંધીઓએ પી.પી.ઇ કીટ પહેરીને હોસ્પિટલમાં પ્રવેશ કર્યો હતો અને તેમને માત્ર ધમકી આપી નહોતી, પરંતુ તેમની એક સાથી મહિલા ડોક્ટર કે જે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ પોતાની ફરજ પૂરી કર્યા પછી પરત જઈ રહી હતી તેના પર હુમલો પણ કર્યો હતો.

અહેવાલ મુજબ ગુસ્સે ભરાયેલું ટોળું કથિતરૂપે આઇસીયુ વોર્ડ પહોંચ્યું હતું અને હાજર જુનિયર તબીબોને ધમકી આપી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પરિસ્થિતિ એટલી વિકટ હતી કે તેઓ મદદ માટે રડવા લાગ્યા, પરંતુ પોલીસ અને ફરજ પરની સિક્યુરિટી તરફથી કોઈ મદદ મળી ન હતી. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે આક્રમક ભીડથી બચવા માટે તેઓએ હોસ્પિટલના પાછળના ભાગથી પોતાનો જીવ બચાવવા માટે ભાગવુ પડ્યું હતું.

આ અફરાતફરી છતા ધનવંતરી હોસ્પિટલના મેનેજમેન્ટ તરફથી કોઈ મદદ ન થતાં. વિદ્યાર્થીઓ આ મુદ્દે ચર્ચા કરવા માટે જુનિયર ડોક્ટર એસોસિએશન (જેડીએ) ના સભ્યો અને બી જે મેડિકલ કોલેજમાં કોલેજના ડીનને મળ્યા હતા. તે બેઠક બાદ જ જેડીએ દ્વારા તેમની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી ધન્વંતરી હોસ્પિટલમાં એમબીબીએસ અંતિમ વર્ષના ૧૦૪ વિદ્યાર્થીઓની સેવા બંધ રાખવાનો ર્નિણય કર્યો છે.

ઘટનાના દિવસે નાઇટ ડ્યુટી પર રહેલા એક વિદ્યાર્થીએ મિરરને જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે ૧૧-૧૧.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. ભીડ પહેલા ફ્રન્ટ ડેસ્ક પર આવી અને દાવો કર્યો હતો કે દર્દીઓની યોગ્ય સારવાર કરવામાં આવી રહી નથી અને તેઓ તેમના વિશે અપડેટ મેળવી રહ્યા નથી.

ભીડમાંથી એક મહિલાએ મહિલા ડોકટરને તેના ગળાથી પકડી હતી. તેમની આક્રમકતાથી અમે ડરી ગયા હતા. એક મહિલા વિદ્યાર્થીએ તેના પિતાને ફોન કર્યો જેમણે પોલીસને જાણ કરી હતી પરંતુ કોઈ મદદ મળી ન હતી.

ભીડનો આક્રમક અંદાજ જાેઈને ત્યાં હાજર દરેક પોતાની મોતનો ડર લાગતો હતો. તેઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી હોવા છતાં તેઓને વરિષ્ઠ ડોકટરોની દેખરેખ વિના આખા વોર્ડનું સંચાલન કરવા કહેવામાં આવ્યું હતું. જેડીએ સભ્યોએ ફરી ફરજ પર જાેડાતા પહેલા તેમની સમસ્યાઓને કરી છે. ડોકટરો, વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાને અગ્રતા આપવી જાેઈએ.

ફરજમાં જાેડાયા પછી પણ, અમારા આવાસ, ખોરાક અને પરિવહન વિશે મેનેજમેન્ટ તરફથી કોઈ સ્પષ્ટતા નથી. અમે હોસ્ટેલમાં રહી શકીએ નહીં, જ્યાં કોવિડ સિવાયની અન્ય ફરજ પરના અન્ય ડોકટરો રહે છે. બીજી એક હાસ્યાસ્પદ સ્થિતિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે વોર્ડ બોય્સને રુ. ૨૯૦૦૦ નો પગાર આપવાનું વચન આપવામાં આવ્યું છે, જ્યારે દર્દીઓની સારવાર કરતા એમ.બી.બી.એસ. વિદ્યાર્થીઓને દર મહિને માત્ર રુ. ૧૫૦૦૦ ચૂકવવામાં આવે છે.

શુક્રવારે રાજ્ય સરકારની એક વાતચીતમાં જણાવ્યું છે કે ડીઆરડીઓનાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ધન્વતરી ટીમમાં મેનફોર્સને વધારવા માટે જાેડાયા છે. તેમજ દર્દીઓના સબંધીઓ પાસેથી નિયમિત સ્વાસ્થ્ય અપડેટ મેળવવાની હોવાની માહિતી મળ્યા પછી, ધન્વન્તરી મેનેજમેન્ટે કોવિડ-સાથી સિસ્ટમ શરૂ કરવાનો ર્નિણય કર્યો છે, જે અંતર્ગત ટેબ્લેટનો ઉપયોગ કરીને દર્દીઓના સંબંધીઓને વીડિયો કોલ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.