આંધ્રપ્રદેશની બે હોસ્પિટલમોમાં ઓક્સિજન ખૂટતા ૧૬ દર્દીઓના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Andhra-Pradesh-scaled.jpg)
Files Photo
હૈદરાબાદ: અનંતપુરની સરકારી હોસ્પિટલમાં ૧૧ તો કુરનુલની પ્રાઈવેટ હોસ્પિટલમાં પ એમ કુલ ૧૬ દર્દીઓના મોત થયા છે. હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતા દર્દીઓના મોત થયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
અનંતપુર જાેઈન્ટ કલેક્ટર નિશાંત કુમારે જણાવ્યું કે અનંતપુર જીજીએચમાં ૧૬ દર્દીઓના મોત થયા છે. જીજીએચના ડોક્ટરોએ પણ પુષ્ટિ કરી છે કે દર્દીઓના મોત ઓક્સિજન સપ્લાયમાં ઓછા પ્રેશરને કારણે થયા છે.
જીજીએચ ડોક્ટરોએ જણાવ્યું કે ઓક્સિજન સપ્લાય કરનાર સિસ્ટમમાં જે ખામી સર્જાઈ છે તેને ઠીક કરવા ચેન્નઈથી ટીમ આવી રહી છે. જાેકે સરકારે ઓક્સિજનની અછતનો ઈન્કાર કર્યો છે. અનંતપુર જિલ્લા કલેક્ટર જી ચંદ્રુડુએ જણાવ્યું કે જિલ્લામાં ઓક્સિજનની કોઈ અછત નથી. પરંતુ ઓછા દબાણની ફરિયાદ બાદ આખી પાઈપલાઈનની તપાસ કરાઈ છે.
દેશમાં સંક્રમણના મામલાની સરખામણીએ શનિવારે થોડા ઓછા કેસ આવ્યા છે. ગત ૨૪ કલાકમાં આની સંખ્યા ૩, ૯૨, ૪૫૯ રહી છે. જાે કે દેશમાં કોરોનાથી એક્ટિવ કેસની સંખ્યા વધીને ૩૩ લાખને પાર થઈ ગઈ છે. આ દરમિયાન કોરોનાના કારણે ૩૬૮૪ લોકોએ જીવ ગુમાવ્યો છે.કોરોનાના ૩ લાખ ૯૨ હજાર ૪૫૯ નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમિતોની કુસ સંખ્યા વધી ૧,૯૫,૪૯,૯૧૦ થઈ ગઈ તથા ૩૬૮૪ લોકોના મોત થયા છે એ બાદ કુલ મોતની સંખ્યા વધીને ૨,૧૫,૫૨૩ થઈ ગઈ છે.