Western Times News

Gujarati News

નડિયાદની નોલેજ હાઈસ્કૂલનો મો.અલ્ફાઝ નીટની પરીક્ષામાં રાજયમાં પ્રથમ આવ્યો

(પ્રતિનિધિ) નડિયાદ 08062019 : નડિયાદમાં આવેલ જાસ્મીનપાર્કમાં રહેતો મહંમદઅલ્ફાઝ નાઝીરમીયા મલેકે ધો.૧ર પછી મેડિકલ લાઈનના એન્ટરન્સ ટેસ્ટ જેવી લેવાતી નીટની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ આવ્યો છે તેને કુલ ૭ર૦ માંથી ૬૦૩ માર્ક મળ્યા છે. આ મુસ્લિમ સમાજ નહી પરંતુ સમગ્ર નડિયાદ શહેરમાં ગૌરવ છે. મો.અલ્ફાઝ મલેક નડિયાદમાં આવેલી નોલેજ સ્કુલમાં અભ્યાસ કરતો હતો.

નોલેજ સ્કુલના સંચાલક તુષાર સર તેમજ નિલય સરની માર્ગદર્શન તેને ખૂબ જ મળ્યું છે. માતા-પિતા શિક્ષક હોઈ અભ્યાસમાં તેમની પણ મદદ મળી છે તેની આ સફળતા પાછળ તે પ્રથમ અલ્લાહ ત્યારબાદ માતા-પિતા અને શિક્ષકોને જશ આપે છે. મો. અલ્ફાઝ મલેકે જણાવ્યું હતું કે ધો.૧૦ માં હું સારા ટકાએ પાસ થયો ત્યારથી જ મે નકકી કર્યું હતું કે ૧૧-૧ર સાયન્સ કરી ડોકટર બનવું છે, મારો મોટો ભાઈ તનવીર મલેક હાલમાં એમબીબીએસ કરે છે

એટલે ભાઈની જેમ ડોકટરી લાઈનમાં અભ્યાસ કરવાની ઈચ્છા હતી. એટલે ધો.૧ થી જ પધ્ધતિસરની મહેનત શરૂ કરી હતી. શાળામાં શિક્ષકો ભણાવે તેની ઘરે આવી રિવિઝન કરવું પેપર કેવી રીતે લખાય તેની વિગતો ભેગી કરવી અને મુદ્દાસર જવાબો લખાય તે માટેની મહેનત શરૂ કરી હતી.

શાળા અભ્યાસ બાદ નિયમિત પાંચ છ કલાક વાંચતો હતો. જેમ જેમ પરીક્ષા નજીક આવે તેમ તેમ અભ્યાસમાં વધારો કરતો ગયો અને ધો.૧૧માં સારા ટકાએ પાસ થયા બાદ આત્મવિશ્વાસ ખુલ્યો હતો. જેથી ધો.૧રમાં વાંચવાના કલાકો વધારો કર્યો અને તેના થકી આ સફળતા મળી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.