એક કરોડ ગુજરાતીઓ રસીનો પહેલો ડોઝ લીધો
પ્રથમ દિવસે ગુજરાતમાં મોટી સંખ્યામાં યુવાનોએ રસી લીધી લઈ ચુક્યા છે
અમદાવાદ, ગુજરાતમાં પહેલી મેથી ૧૮થી વધારે ઉંમર ધરાવનારા નાગરિકો માટે પણ રસીકરણની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. પહેલા દિવસે જ રાજ્યભરમાં મોટી સંખ્યામાં નવયુવાનોએ રસી લીધી હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય નિરવ તુરખિયા અને તેમના પત્ની સ્નેહા પણ રસી લેનારા નાગરિકોમાંના એક છે.
તેઓ જણાવે છે કે, ગયા મહિને કોરોનાને કારણે મારા સાસુનું અવસાન થયું. જ્યારે તેમની સ્થિતિ ગંભીર હતી ત્યારે ઘણા પ્રયાસ કરવા છતાં અમે હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા ના કરી શક્યા. માટે અમે સુનિશ્ચિત કરીશું કે અમારા તમામ નજીકના સંબંધીઓ કોરોનાની રસી મૂકાવે. રસીને કારણે તેઓ ગંભીર પરિસ્થિતિમાં નહીં મુકાય.
ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, જેના પરિણામે ૧૮ વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકો માટે જ્યારે રસીની શરૂઆત થઈ તો મોટી સંખ્યામાં ગુજરાતીઓએ તેમાં ભાગ લીધો. પહેલા જ દિવસે લગભગ ૫૫,૨૩૫ લોકોએ રસી મૂકાવી હતી. જાે કે ઘણાં લોકોને સ્લોટ બુક કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો,
જ્યારે અમુક લોકો બૂથ પર પહોંચ્યા તો ત્યાંની યાદીમાં તેમના નામ નહોતા. પરંતુ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર એકંદરે પ્રથમ દિવસે રસીકરણનું આયોજન સફળ રહ્યું. એપ્લિકેશન કોવિન પર ઉપલબ્ધ ડેટા અનુસાર, એક કરોડ ગુજરાતીઓ કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે,
જે ૨૦૧૧ની વસતી ગણતરીના આંકડા અનુસારની ગુજરાતની કુલ વસતીના ૧૬.૭ ટકા છે. રાજ્યના દરેક જિલ્લામાં રસીકરણના આંકડામાં વિવિધતા જાેવા મળી હતી. પોરબંદરની કુલ વસ્તી ૫.૮૫ લાખ છે, જેમાંથી ૧.૪૨ લાખ લોકોએ નામ નોંધાવ્યુ હતું, જે કુલ વસ્તીના ૨૪.૪ ટકા છે. જ્યારે સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો,
ત્યાં માત્ર ૮.૨ ટકા લોકોએ જ આ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૬ ટકા લોકોએ રસી લીધી હતી. અમદાવાદની વાત કરીએ તો અહીં અત્યાર સુધી ૯.૩૮ લાખ લોકોએ જ્યારે સુરતમાં ૭.૬૪ લાખ લોકોએ રસી લીધી છે.
ગુજરાતમાં ૯૦ ટકા લોકોને કોવિ-શિલ્ડ વેક્સીન આપવામાં આવી છે અને માત્ર ૯.૮ ટકા લોકોને કો-વેક્સિન આપવામાં આવી છે. જાતિ પ્રમાણેના આંકડાની વાત કરીએ તો, ગુજરાતમાં અત્યાર સુધી રસી મુકાવેલા લોકોમાં ૫૩ ટકા પુરુષો અને ૪૭ ટકા મહિલાઓ છે.