વિરપુર તાલુકાના કોવીડ દર્દીઓને ઓક્સીજન તંગીથી રાહત મળશે
વિરપુર, વિરપુર તાલુકામાં સતત વધી રહેલા કોરોના પોઝેટીવ કેસોને લઈ દર્દીઓને સ્થાનિક સ્તરે સારવાર મળી રહે તે માટે કોયડમ ગામના બે યુવાનોએ ડીવાઈન સંકુલ ખાતે કોવીડ કેર સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસોથી વિરપુર તાલુકામાં સતત વધી રહેલા કોરોના પોઝેટીવ કેસોને લઈ દર્દીઓને સ્થાનિક સ્તરે સારવાર મળી રહે તે માટે કોયડમ ગામના બે (ડોક્ટર ધર્મેન્દ્ર પટેલ અને નિખીલ પટેલ) યુવાનોએ એક નવી પહેલ ચાલુ કરી છે
જેમાં સ્થાનિક લોકોને પોતાના જ તાલુકામાં ઓક્સીજન સાથે દર્દીઓને સારવાર મળી રહે તે માટે ધોરાવાડા ખાતે આવેલ ડીવાઈન સંકુલમાં ડીવાઈન કોવીડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવી છે હાલના તબક્કે આ કોવીડ કેર સેન્ટરમાં ૫૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે જેમાં ૧૫ બેડ ઓક્સીજન વાળા અને ૩૫ બેડ સાદા છે
ડીવાઈન કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓને બંને ટાઈમ જમવાની વ્યવસ્થા અને રૂમ ચાર્જ નિઃશુલ્ક રાખવામાં આવી છે ઉપરાંત આ કોવીડ કેર સેન્ટરમાં મેડીસીન અને ડોક્ટર ચાર્જ જ લેવામાં આવશે ઉલ્લેખનીય છે કે હાલ તબક્કે ઓક્સીજન ઘટવાના લીધે તેમજ ઓક્સીજન યોગ્ય સમયે ના મળતા તાલુકાના દર્દીઓને જીલ્લાની હોસ્પિટલમાં સારવાર માટે ભટકવું પડતું હતું
પણ જીલ્લાની હોસ્પિટલો પર હાઉસ ફુલના બોર્ડ વાગી જતા દર્દીઓ રસ્તે રઝળતા થઈ ગયા હતા અંતે એવા સંજાેગોમાં દર્દી સ્થળ પર દમ તોડી દે છે આવા સમયે હવે ડીવાઈન કોવીડ કેર સેન્ટરમાં ઓક્સીજન સાથે સારવાર ચાલુ થતાં તાલુકાની પ્રજામાં આનંદની લાગણી પ્રસરી છે. ડીવાઈન કોવીડ કેર સેન્ટરમાં ૧૫ જેટલા ઓક્સીજન બેડની વ્યવસ્થા કરવામાં આવી.
છેલ્લા કેટલાક દિવસોથી વિરપુર તાલુકામાં કોરોના કેસોમાં તેમજ ઓક્સીજન વગર માણસો મૃત્યુના કિસ્સાઓ વધી રહ્યા છે આવા સમયે હું અને નિખીલ પટેલ દ્રારા ડીવાઈન સંકુલમાં કોવીડ કેર સેન્ટર ચાલુ કરવાનું વિચાર્યું હતું જેમાં વિરપુર સ્થાનિક તંત્રની સજ્જતા અને સહકારથી ઓક્સીજન સાથે સારવાર ચાલુ કરવામાં આવી છે જેમાં વિરપુર તાલુકાના દદીઓ સસ્તા દરે પોતાની સારવાર કરાવી શકશે.