લાગે છે મારે જ દયાબેન બની જવું જાેઈએ : આસિત
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરિણામે મુંબઈમાં ફિલ્મો અને ટીવી સીરિયલોના શૂટિંગ પર પણ પ્રતિબંધ લાગ્યો છે. ઘણી ટીવી સીરિયલો મુંબઈની બહાર શૂટિંગ કરી રહી છે એવામાં પોપ્યુલર કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ હજી શૂટિંગ માટે સ્થળ બદલ્યું નથી. દરમિયાન, એવી ચર્ચા પણ ચાલી રહી છે કે, સીરિયલમાં દિશા વાકાણી એટલે કે ‘દયાભાભી’ની રિ-એન્ટ્રી થવાની છે. આ સિવાય પત્રકાર પોપટલાલ (શ્યામ પાઠક)ના લગ્નનો ટ્રેક શોમાં બતાવાશે તેવી વાતો પણ ચર્ચાઈ રહી છે. સાથે જ નટુકાકા શોમાંથી કેમ ગાયબ છે તેવા સવાલો પણ દર્શકો કરી રહ્યા છે.
આ બધા જ સવાલોના જવાબ આપતા શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી પાસેથી મેળવવાનો પ્રયાસ કર્યો છે. મુંબઈની બહાર શૂટિંગ ક્યારથી શરૂ કરાશે? એ સવાલના જવાબમાં આસિત મોદીએ કહ્યું, “અમારી પાસે એપિસોડ બેન્ક (અગાઉથી શૂટ કરેલા એપિસોડનો સંગ્રહ) છે એટલે હાલ તો અમે ક્યાંય ગયા નથી. પરંતુ હવે અમે મુંબઈની બહાર શિફ્ટ થવાનો વિચાર કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં જ નક્કી કરી દઈશું.
પરંતુ આ મહામારીમાં આખી ટીમ સાથે બીજા સ્થળે જવું થોડું મુશ્કેલ છે. એટલે આ એવો ર્નિણય છે જે અમારે સમજી-વિચારીને લેવો પડશે. આ સીરિયલ છેલ્લા ૧૩ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. નટુકાકા, દયાબેન, પોપટલાલ શોના મહત્વના પાત્રો પૈકીના એક છે. નટુકાકાનો રોલ કરતાં એક્ટર શ્યામ પાઠક બીમારીમાંથી સાજા થઈ ગયા છે અને શોના મેકર્સે તેમનો ટ્રેક પાછો લાવે તેની રાહ જાેઈ રહ્યા છે. ત્યારે દયાબેનનો રોલ કરતી એક્ટ્રેસ દિશા વાકાણી લગભગ ચાર વર્ષથી મેટરનિટી બ્રેક પર છે. પોપટલાલના લગ્નનો ટ્રેક પણ લાવવાની વિચારણા છે
પરંતુ મહામારીના કારણે આ ટ્રેક આગળ કેવી રીતે વધશે તેની મૂંઝવણ છે. નટુકાકાના ટ્રેક વિશે વાત કરતાં આસિત મોદીએ કહ્યું, “નટુકાકા વરિષ્ઠ નાગરિક છે અને તેઓ થોડા સમય પહેલા જ બીમારીમાંથી રિકવર થયા છે. હાલ આ મહામારી ચાલી રહી છે ત્યારે મને લાગે છે તેઓ ઘરે રહે અને સુરક્ષાના પ્રોટોકોલનું પાલન કરે તે યોગ્ય છે. જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારે ચોક્કસ અમે તેમને શોમાં પાછા બોલાવીશું. આ જ પ્રકારે પોપટલાલના લગ્ન પણ મહત્વના છે. જાે કે, આ પરિસ્થિતિમાં હજી તેમણે થોડી રાહ જાેવી પડશે.