Western Times News

Gujarati News

કોરોનાગ્રસ્ત અનિરુદ્ધ દવેના ફેફસાને ૮૦% નુકસાન

મુંબઈ: હાલ ચાલી રહેલી કોરોના મહામારીએ લોકોની જિંદગી ઉથલપાથલ કરી નાખી છે. રોજેરોજ દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને નવા નોંધાતા કેસનો આંકડો પણ ૪ લાખની નજીક છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં નવા ૩.૯૨ લાખ કેસ નોંધાયા છે. કોરોનાની બીજી લહેરમાં સામાન્ય લોકોની સાથે સેલિબ્રિટીઝ પણ સંક્રમણનો શિકાર બન્યા છે. ટેલિવિઝન એક્ટર અનિરુદ્ધ દવેનો કોરોના રિપોર્ટ ૨૩મી એપ્રિલે પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેની હાલત વણસી અને હાલ તે ભોપાલની ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં સારવાર લઈ રહ્યો છે. જાે કે, અનિરુદ્ધની તબિયત ખૂબ ગંભીર છે

તેનો પરિવાર પણ ભોપાલ પહોંચી ગયો છે. શનિવારે અનિરુદ્ધના માતાપિતા જયપુરથી ભોપાલ જવા બાયરોડ રવાના થયા હતા. જ્યારે તેની પત્ની શુભિ પણ કોટાથી ભોપાલ પહોંચી છે. અનિરુદ્ધના પિતા વિનિત કુમાર દવે સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું, મને નથી ખબર શું કહેવું અને પ્રાર્થના સિવાય શું કરવું તે સમજાતું નથી. હું સૌને વિનંતી કરું છું કે મારા દીકરા માટે પ્રાર્થના કરજાે. અનિરુદ્ધની બહેન પરિધિ અને જીજાજી પ્રકાશ શર્મા ગુરુવારથી ભોપાલમાં જ છે,

જેથી તેની પડખે રહી શકે. અનિરુદ્ધ હાલ આઈસીયુમાં છે અને વાત કરી શકે તેવી સ્થિતિમાં નથી. જાે કે, તેમણે વિડીયો કૉલ દ્વારા દીકરાને જાેયો હતો. મારા દીકરાને આ સ્થિતિમાં જાેઈને મારું હૈયું દ્રવી ઉઠ્‌યું છે. પીડાઈ રહ્યો હોવા છતાં તેણે મારી સામે વિક્ટરી સાઈન (હાથથી ફની નિશાની કરવી તે) કરી હતી. તેનું હકારાત્મક વલણ અને લડવાનું આત્મબળ જાેઈને મને ખુશી થાય છે. મને એવું લાગ્યું કે જાણે તે મને કહેતો હોય કે, મમ્મા, તમારે ચિંતા કરવાની જરૂર નથી.

બધું જ બરાબર થઈ જશે. અનિરુદ્ધનું ઓક્સિજન લેવલ ખૂબ ઘટી ગયું છે અને ફેફસામાં ૮૦ ટકા જેટલું ઈન્ફેક્શન થયું છે. પરિધિ અને અમારા જમાઈ અમને સતત તેની સ્થિતિ વિશે અપડેટ આપ્યા કરે છે, તેમ અનિરુદ્ધના મમ્મી રાજુલ દવેએ કહ્યું.

જણાવી દઈએ કે, એક વેબ સીરીઝના શૂટિંગ માટે અનિરુદ્ધ દવે ભોપાલ પાસેના એક ગામડામાં શૂટિંગ કરી રહ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં જ શુભિ અને અનિરુદ્ધના પ્રથમ સંતાનનો જન્મ થયો છે. હાલ અનિરુદ્ધની તબિયત ખૂબ ખરાબ છે ત્યારે શુભિ બે મહિનાના દીકરાને એકલો મૂકીને ભોપાલ આવી છે. તેણે સોશિયલ મીડિયા પર અનિરુદ્ધ અને દીકરાની તસવીર શેર કરતાં પીડા વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.