મમતા માટે વિરોધ પક્ષોનો રાષ્ટ્રીય ચહેરો બનવાનો માર્ગ સરળ નથી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/mamta-1024x577.jpg)
કોલકતા: પશ્ચિમ બંગાળમાં ભાજપના સૌથી વરિષ્ઠ પરાક્રમી ચુંટણી જાેડીને મોટા અંતરથી પરાજય આપી મમતા બેનર્જી ચોક્કસ પણે એક પ્રભાવશાળી અને શક્તિશાળી નેતાના રૂપમાં સામે આવ્યા છે પરંતુ રાષ્ટ્રીય સ્તર પર વિપક્ષી નેતૃત્વનું સુકાન સંભાળવું તેમના માટે સરળ નથી સતત ચુંટણીઓમાં નિષ્ફળતાની વચ્ચે રાષ્ટ્રીય સ્તર પર ભાજપને રોકવા માટે વિપક્ષોને એકતાની હિમાયતી રહેલ કોંગ્રેસ ખુદ દીદીનો દિલ્હીનો માર્ગ રોકવામાં કોઇ કસર છોડશે નહીં જયારે કેટલાક મોટા ક્ષેત્રીય છત્રપોનું મમતાના નેતૃત્વનો સ્વીકાર કરવાની હિચક પણ તેમાં અડચણ બનશે
બંગાળમાં ભાજપના ૨૦૦ બેઠકોની સાથે જીતના દાવની જેવી જ હવા નિકળી કે ઉત્સાહમાં કેટલાક નાના ક્ષેત્રીય પક્ષોના નેતાઓથી લઇ નિષ્ણાંતોએ મમતાને ૨૦૨૪ની લોકસભા ચુંટણી માટે વિપક્ષનો ચુંટણી ચહેરો બનાવવાની ભવિષ્યવાળી શરૂ કરી દીઝી પરંતુ ચુંટણી પરિણામોના ઉત્સાહમાં શરૂ થયેલી આવી ભવિષ્યવાળીથી બહાર રાષ્ટ્રીય સ્તર પર વિપક્ષી વિકલ્પ અને તેનો એક સર્વમાન્ય ચહેરો બનાવવાના રાજકીય સમીકરણ એટલા જ સહજ નથી
તેમાં સૌથી મોટી અડચણ તો કોંગ્રેસ તરફથી જ લગાવવામાં આવશે કારણ કે મમતા બેનર્જી વિપક્ષોને એક કરવા માટે આગળ વધશે તો આ કોંગ્રેસના નેતૃત્વ માટે સીધો પડકાર રહેશે કોંગ્રેસ વિપક્ષી નેતૃત્વની કમાન કોઇ પણ સ્થિતિમાં પોતાના હાથમાં નિકળવા માંગતો નથી કારણ કે આમ થયું તો પાર્ટીની રાજકીય જમીન વધુ ખરાબ થશે રાજયોમાં સતત થઇ રહેલ હાર છતાં કોંગ્રેસનું રાષ્ટ્રીય સ્તર પર બચેલ સ્વરૂપ અને સંગઠનાત્મક માળખું જ તેની રાજનીતિક પ્રાસંગિકતાને બચાવેલ છ.
આથી જ રાષ્ટ્રીય સ્તર પર વિપક્ષી રાજનીતિમાં દીદીની પુરી ભૂમિકાની તરફદારી કરવા છતાં પાર્ટી એ પ્રયાસ કરશે કે વિપક્ષી રાજનીતિનું સુકાન કોઇ ક્ષેત્રીય પક્ષના નેતાના હાથમાં ન ચાલ્યું જાય
મમતાજીના એનસીપી પ્રમુખ શરદ પવારથી સારા સંબંધને જાેતા એ વાતની ચર્ચા પણ શરૂ થઇ ગઇ છે કે આ બંન્ને કેટલાક અન્ય મોટા ક્ષેત્રીય પક્ષોના નેતાઓનીી સાથે મળી રાષ્ટ્રીય સ્તર પર વિપક્ષી રાજનીતિનું સુકાન બિન કોંગ્રેસી પક્ષોના હાથમાં સોંપવાનું કોંગ્રેસ નેતૃત્વ પર દબાણ બનાવી શકે છે પરંતુ રાજયોમાં ક્ષેત્રીય પક્ષોની પોતાની રાજનીતિક સીમાઓ અને જરૂરીતોને જાેતા આ એટલું પણ સરળ નજરે પડી રહ્યું છે. પવારની વાત કરીએ તો તેમની પ્રાસંગિકતા મહારાષ્ટ્રની રાજનીતિમાં પોતાની જગ્યા બનાવી રાખવાની છે કોંગ્રેસની સાથે તેના ગત બે દાયકાથી જારી ગઠબંધન તેમાં સૌથી મહત્વપૂર્ણ છે સ્વાભાવિક રીતે પવાર એક સમાથી વધુ કોંગ્રેસને દરકિનારે કરી મમતા માટે મહારાષ્ટ્રમાં પોતાની રાજનીતિકને દાવ પર લગાવી તેવી સંભાવના ઓછી છે.
તમિલનાડુમાં દ્વમુક નેતા સ્ટાલિન અને ઝારખંડમાં ઝામુમો નેતા હેમં સોરેન દીદીતી સહાનુભૂતિ રાખવા છતાં કોંગ્રેસની ઇપેક્ષા કરી શકે નહીં હેમંત કોંગ્રેસની સાથે ગઠબંધન સરકાર ચલાવી રહ્યાં છે. જયારે પહેલીવાર મુખ્યમંત્રી બનવા જઇ રહેલ સ્ટાલિનને પણ કોંગ્રેસના સમર્થનની જરૂરત છે આવી જ રીતે દીદીને મજબુત નૈતિક સમર્થ કરી રહેલ રાજદ પણ બિહારની પોતાની રાજનીતિ પહેલા પ્રાથમિકતા આપશે જાે કે તેમાં શંકા નથી કે રાષ્ટ્રીય સ્તર પર વિપક્ષી નેતૃત્વનું સુકાન મળે કે ન મળે પરંતુ મમતા બેનર્જી સમગ્ર વિપક્ષને એક કરવાના પોતાના પ્રયાસોમાં અનેક ગણી તેજી લાવશે