પ્રશાંત કિશોરના સંન્યાસથી કેપ્ટન અમરિંદરને ભારે આંચકો લાગ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/prashant-kishor-696x392-1-scaled.jpg)
ચંડીગઢ: વર્ષ ૨૦૨૨માં યોજનાર પંજાબ વિધાનસભા ચુંટણી પહેલા હાઇકોર્ટ તરફથી કોટકપુરા ગોળીકાંડના રિપોર્ટને રદ કરી દીધા બાદ પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહને એક વધુ આંચકો લગાવ્યો છે.કેપ્ટનના રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરે હવે કોઇ પણ પાર્ટી માટે રણનીતિ બનાવવાથી સંન્યા લઇ લીધો છે
મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આગામી વર્ષ યોજાનાર વિધાનસભા ચુંટણીની રણનીતિ બનાવવા માટે પીકેને બે મહીના પહેલા જ મુખ્ય સલાહકાર બનાવ્યા હતાં પીકેએે એવા સમયમાં સંન્યાસની જાહેરાત કરી છે જયારે પંજાબમાં કોંગ્રેસ એબદબીકાંડને લઇ મુસીબતમાં ફસાયેલી છે જયારે પીકેએ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ચુંટણી રણનીતિ બનાવી હતી. બંગાળમાં મમતા બેનર્જી ભારે બહુમતિથી જીતી તો તમિલનાડુમાં પી કેએ સ્ટાલિન દ્વવિડ માટે કામ કર્યું હતું.
૨૦૧૭માં પીકેએ કેપ્ટન અમરિંદર સિંહ માટે રણ નીતિ તૈયાર કરી હતી ત્યારબાદ પંજાબમાં કોંગ્રેસનો ૧૦ વર્ષનો સત્તા વનવાસ પુરો થયો હતો આથી જ પીકેની રણનીતિ માનતા કેપ્ટને તેમને એક માર્ચે પોતાના મુખ્ય સલાહકાર બનાવ્યા હતાં તેમને કેબિનેટ રેંક પણ આપ્યો હતો ત્યારબાદ પીકેએ પંજાબમાં ફકત અધિકારીઓ સાથે બેઠક કરી હતી એટલું જ નહીં તેઓ ધારાસભ્યોથી ફીડબેક લઇ રહ્યાં હતાં.
બે રાજયોમાં ૧૦૦ ટકા પરિણામ આપ્યા બાદ પીકેએ અચાનક સંન્યાસની જાહેરાત કરતા કોંગ્રેસ જુથમાં સન્નાટો છવાઇ ગયો છે હવે એ સવાલ પણ ઉઠવા લાગ્યા છે કે શું બે મહીનાની કામગીરી બાદ શું પીકે કેપ્ટન માટે ૨૦૨૨ની રણનીતિ તૈયાર કરવા ઇચ્છુક ન હતાં કારણ કે ૨૦૧૭માં કોંગ્રેસે કિસાનોના દેવા માફ,ધર ધર રોજગાર,યુવાનોને મોબાઇલ ફોન ૨૫૦૦ રૂપિયા બેરોજગારી ભથ્થુ ખાનગી વિજળી કંપનીઓથી કરાર ખતમ કરવા ગુરૂ ગ્રંથ સાહિબની બેઅદબીના દોષિતોને સજા અપાવવી ટ્રાંસપોર્ટ માફિયા અને કેબલ માફિયા ખતમ કરવા જેવા વચનો આપ્યા હતાં આ તે વચનો છે જેમાંથી કેટલાક પર આંશિત રીતે કામ થયું છે અને બાકીના વચનો પર કામ થઇ શકયુ નથી
કોંગ્રેસને પીકે પર ખાસ આશા હતી જાે કે પીકેએ સંન્યાસની પાછળ ખાનગીકારણો બતાવ્યા છે પરંતુ તેનાથી પંજાબમાં કેપટન સરકાર માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. પ્રશાંત કિશોર ભલે જ એક રૂપિયાના પગાર પર મુખ્ય સલાહકાર બન્યા હતાં પરંતુ તે શરૂથી જ વિરોધ પક્ષોના નિશાન પર હતાં. તેમના સલાહકાર બન્યા બાદથી જ શિરોણી અકાલી દળ અને આમ આદમી પાર્ટીએ કિસાન દેવા માફી સહિતના મુદ્દા પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું હતું.