ઉત્તરપ્રદેશમાં બે દિવસ માટે લોકડાઉન વધારવામાં આવ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Lockdown1.jpg)
Files Photo
લખનૌ: યુપીમાં કોરોનાના સતત વધી રહેલ કેસોને જાેતા લોકડાઉન બે દિવસ માટે વધુ વધારવામાં આવ્યું છે ચાર અને પાંચ મેના રોજ પણ યુપીના તમામ બજારો બંધ રહેશે પરંતુ જરૂરી ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે એ યાદ રહે કે હાલ શનિવારથી સોમવાર સુધી બંધનો આદેશ હતો હવે મંગળવાર અને બુધવારે પણ લોકડાઉન રહેશે ગુરૂવારની સવારે સાત વાગે લોકડાઉન હટશે
કોરોના કેસોને લઇ યુપીમાં દરરોજ ઉતાર ચઢાવ જાેવા મળી રહ્યો છે કયારેત મોતોનો આંકડો વધી રહ્યો છે તો કયારેક પોઝીટીવની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે વચ્ચે વચ્ચે કોરોના કેસોમાં ઘટાડો પણ નોંધાઇ રહ્યો છે આરોગ્ય વિભાગના આંકડા અનુસાર બે દિવસોની સરખામણીમાં કોરોનાના કેસોમાં સામાન્ય રાહત જાેવા મળી હતી. ૨૪ કલાકમાં પ્રદેશનાં ૩૦,૯૮૩ નવા દર્દી જણાયા છે
જયારે ૨૯૦ સંક્રમિતોના મોત થયા છે અપર મુખ્ય સચિવ આરોગ્ય અમિત મૌહન પ્રસાદે કહ્યું કે રાજયમાં ગત ૨૪ કલાકમાં ૨૯૦ સંક્રમિતોના મોત થયા છે અને અત્યાર સુધીમાં કુલ ૧૩,૧૬૨ સંક્રમિતોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમણે કહ્યું કે રાજયમાં ૩૦,૯૮૩ નવા દર્દીઓ સામે આવ્યા બાદ અત્યાર સુધી કુલ મામલાની સંખ્યા ૧૩,૧૩,૩૬૧ થઇ ગઇ છે.
તેમણે કહ્યું કે યુપીમાં મળેલ ૩૦,૯૮૩ સંક્રમિતોની સરખામણમાં ગત ૨૪ કલાકમાં ૩૬,૬૫૦ સંક્રમિતો બહાર આવ્યા છે તેમણે કહ્યું કે અત્યાર સુધી ૧૦,૦૪,૪૪૭ દર્દી સારવાર બાદ સંક્રમ મુકત થઇ ચુકયા છે પ્રસાદે કહ્યું કે પ્રદેશમાં સારવાર કરાવનારા દર્દીઓની સંખ્યા ઓછી થઇ છે અને આ સમયે કુલ ૨,૯૫,૭૫૨ દર્દીઓની સારવાર ચાલી રહી છે શનિવારે પ્રદેશમાં સારવાર કરનારાઓની સંખ્યા ૩,૦૧,૮૩૩ હતી