યુવા મોરચા દ્વારા વિરપુર તાલુકાના ગામોમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
વિરપુર: વિશ્વ સહિત દેશભરમાં કોરોના વાઇરસે ભયંકર આતંક મચાવ્યો છે ત્યારે વિરપુર તાલુકામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ રફતાર પકડી જેના લીધે તાલુકામાં ફફડાટ ફેલાયો છે
ત્યારે વિરપુર તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા તાલુકાના ગામોમાં યુવા ટીમ બનાવી આયુર્વેદીક ઉકાળાનુ વિતરણ કરવામા આવ્યું હતું વિરપુર તાલુકામાં દીવસેને દીવસે કોરોના કેસ વધી રહ્યા છે.ત્યારે આ ભયંકર મહામારી કોરોના વાયરસ સામે લઙવા માટે ઠેર ઠેર આયુર્વેદિક ઉકાળાનું આયોજન કરવામા આવે છે.
ત્યારે આજ રોજ તાલુકાના કુંભરવાડી, ગાંધેલી, સહિતના ગામોમાં આયુર્વેદીક ઉકાળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ ત્યારે આ કાર્યક્રમમાં જીલ્લા યુવા મોરચાના મંત્રી ધનપાલસિંહ,યુવા મોરચાના ઉપપ્રમુખ દિગ્વિજયસિંહ,પુર્વ પ્રમુખ એસબી ખાંટ, તાલુકા પંચાયત સદસ્ય કૃષ્ણકુમાર પટેલ, કીરીટભાઇ, રાજુભાઈ પટેલ સહિતના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ગામે ગામે આયુર્વેદ ઉકાળાનું વિચરણ કરવામાં આવ્યું હતુ જેમાં લોકો ઉકાળો પહોચાઙીને પીવડાવવામાં આવ્યો હતો ત્યારે ગામના લોકોને લોકઙાઉન દરમ્યાન કામ શિવાય બહાર ન નીકળવુ અને ઘરમા રહેવુ તેવી દરેક લોકોને ખાસ અપીલ પણ કરવામાં આવી હતી.