નિવૃત્ત અધિકારીની હૉસ્પિ.ના ત્રીજા માળેથી મોતની છલાંગ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
રેવાડી: હરિયાણાના રેવાડી જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સંક્રમણના કારણે થનારા મોતનો આંકડો પણ વધી રહ્યો છે. જેના કારણે લોકોમાં ડરનો માહોલ ઊભો થઈ ગયો છે. જેના કારણે માનસિક તણાવ પણ વધી ગયો છે અને આ તણાવના કારણે કોરોના સંક્રમિત થયેલા એક વ્યક્તિએ સરકારી હૉસ્પિટલના ત્રીજા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી દીધી.
જે વ્યક્તિએ ત્રીજા માળેથી કૂદીને જીવ આપી દીધો તે ઘટનાના લાઇવ ફુટેજ પણ સામે આવ્યા છે. નોંધનીય છે કે, ઝજ્જર જિલ્લાના દોહડ ગામના રહેવાસી યુદ્ધવીર ઇલેક્ટ્રીસિટી નિગમમાં એસડીઓના પદ પરથી લગભગ એક મહિના પહેલા જ નિવૃત્ત થયા હતા. ૨૯ એપ્રિલે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમની રેવાડી સરકારી હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ સોમવાર બપોરે યુદ્ધવીરે હૉસ્પિટલના ત્રીજા માળેથી કૂદીને જીવ આપી દીધો હતો. પૂર્વ એસડીઓના દીકરાએ જણાવ્યું કે, તેઓ માનસિક રીતે પણ પરેશાન હતા. જાેકે આત્મહત્યા પાછળનું સાચું કારણ હજુ સામે નથી આવી શક્યું. મૃતકના દીકરાના નિવેદનના આધાર પર પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. બીજી તરફ પૂર્વ એસડીઓની આત્મહત્યા બાદ હવે રેવાડી પ્રશાસનમાં અફરા તફરીનો માહોલ છે અને આત્મહત્યા પાછળના કારણે જાણવા માટે તંત્ર કામે લાગી ગયું છે.