સાબરમતીમાં બે સોસાયટીમાંથી દસથી વધુ સાયકલોની ચોરી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સાબરમતિ વિસ્તારમાં આવેલી બે સોસાયટીઓમાંથી દસ જેટલી સાયકલોની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. આટલી મોટી સંખ્યામાં સાયકલોની ચોરી થતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે. આ અંગેની વિગત એવી છે કે દેવાંગભાઈ શાહ (હૃદયકુંજ એપાર્ટમેન્ટ, ડી-કેબિન, સાબરમતી) એ પોતાની પુત્રી માટે નવી સાયકલ ખરીદી હતી. જે ફલેટના પા‹કગમાં મુકતા હતા. જા કે બે દિવસ પહેલાં આ સાયકલ મળી ન આવતા તેમણે શોધખોળ શરૂ કરતાં તેમની સોસાયટીમાંથી અન્ય કેટલીક સાયકલો પણ ચોરાઈ હોવાનું ધ્યાનમાં આવ્યુ હતુ.
પોલીસે શંકાસ્પદની ઓળખ હાથ ધરવા સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા |
જ્યારે ચર્ચા વધુ ચાલતા નજીકની જ અન્ય સોસાયટીમાંથી પણ સાયકલો ચોરાઈ હોવાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે. એક સાથે ઘણી બધી સાયકલો ચોરાઈ જતાં રહીશોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. અને સાસાયટીના તમામ સભ્યો ચોરીની ઘટનાની ફરીયાદ નોંધાવવા સાબરમતી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસ તપાસમાં કેટલાંક નજરે જાનાર લોકોએ એક અજાણ્યા શખ્સને પા‹કગમાં ઘુસતા જાયો હોવાનું બહાર આવ્યુ છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને ચોરની તપાસ હાથ ધરી છે.