Western Times News

Gujarati News

કોંગો ફીવર તથા ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં વધારો

ગુજરાતમાં કોંગો ફીવરથી ૩ ના મોત

(પ્રતિનિધિ) અમદાવાદ : રાજયમાં વરસાદ થંભી જતા રોગચાળાએ માથુ ઉંચકયું છે ડેન્ગ્યુ તથા કોંગોના દર્દીઓની સંખ્યા વધતા રાજયનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે ૧૯૬૯માં રાજયમાં કોંગો ફીવરે હાહકાર મચાવી દીધો હતો ત્યારબાદ ર૦૧૯માં કોંગો ફીવરે દેખા દીધી છે. શહેરમાં તાજેતરમાં શંકાસ્પદ ૧૪ કોંગો ફીવરના દર્દીઓ મળી આવતા મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તાત્કાલીક કામગીરી શરૂ કરી છે તથા આ ૧૪ દર્દીઓને સારવાર માટે તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે.

રાજકોટમાં ૧ર, તથા મોરબીમાં ૪પ શંકાસ્પદ કોંગો ફીવરના દર્દીઓ મળી આવતા દર્દીઓને ચેકઅપ તથા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

આ રોગના લક્ષણો શરૂઆતમાં તાવ, માંસપેશીમાં ભારે દર્દ, માથાનો દુઃખાવો, આંખોમાં બળતરા, ચક્કર, પીઠમાં દર્દ શરૂ થાય છે આ ચિન્હો દેખાય તો તુરત ડોકટરની સલાહ લેવી હીતાવહ છે તથા આમાના કોઈપણ ચીન્હો દેખાવા લાગે તો પપૈયાનો ઉકાળો વધુ ગુણકારક છે જે રોગને વધતો અટકાવે છે.

કોંગો ફીવરની સાથે ડેન્ગ્યુના દર્દીઓમાં પણ વધારો જાવા મળે છે દાહોદમાં ડેન્ગ્યુના રોગે હાહાકાર મચાવ્યો છે ઝાયડસ હોસ્પીટલમાં જ ૧૦થી વધુ કર્મચારીઓ ડેન્ગ્યુની સારવાર લઈ રહ્યા છે આરોગ્ય વિભાગે તપાસ કરતા હોસ્પીટલની આજુબાજુમાં ડેન્ગ્યુ મચ્છર મોટા પ્રમાણમાં જાવા મળ્યા હતા.

હળવદમાં ૧ વ્યક્તિનું   કોંગો ફીવરને કારણે મોત થતાં ગુજરાતમાં કોંગો ફીવરથી થયેલ મૃત્યુનો આંક ૩ થાય છે મોરબી, હળવદમાં કોંગો ફીવરથી હાહાકાર મચી ગયો છે જયારે સુરેન્દ્રનગર રાજકોટમાં કોંગો ફીવરથી આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે જયારે રાજકોટના ૩ દર્દીઓની હાલત ગંભીર જણાતા અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.