કંગના રનૌતનું એકાઉન્ટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યુ
મુંબઇ: અભિનેત્રી કંગના રનૌતનું ટિ્વટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ટિ્વટરના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે અભિનેત્રીએ આ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને તેના કારણે તેનું એકાઉન્ટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં રિપોર્ટ થયેલા વિવાદાસ્પદ ટ્વીટ્સ બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે.
કંગનાએ તાજેતરમાં તેના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકાનો લોગો પ્રકાશિત કર્યો હતો. તે ટૂંક સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ડેબ્યૂ કરવા જઇ રહી છે. વખતોવખત તે ટિ્વટર પર પોતાનો અભિપ્રાય શેર કરતી રહે છે.
પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ કંગના રનૌતે ટવિટ કર્યું હતું. ટવિટમાં લખ્યું હતું કે, ‘પશ્ચિમ બંગાળમાં બંગાળી અને રોહિંગ્યા મોટી સંખ્યામાં છે. આથી સ્પષ્ટ થાય છે કે, અહીં હિન્દુની બહુમતી નથી અને ડેટા અનુસાર બંગાળી મુસ્લિમ
બેહદ ગરીબ અને વંચિત છે, સારૂં છે બીજું કાશ્મીર બનવા જઇ રહ્યું છે’.
અન્ય એક પોસ્ટમાં કંગનાએ કહ્યું હતું, હું ખોટી હતી. તે રાવણ નથી. તે એક મહાન રાજા હતો. તે દુનિયાનો મહાન
રાજા હતો. તે વિદ્વાન હતો. શાનદાર વીણા વાદક હતો. જાેકે, આ લોહી તરસી દાનવ તાડકા છે. જે લોકોએ પણ તેને વોટ આપ્યો, તે તમામના હાથ લોહીથી રંગાયેલા છે. એક્ટ્રેસ આટલેથી જ અટકી નહોતી. વધુમાં કંગનાએ કહ્યું હતું કે આ ત્યારે થાય છે, જ્યારે રાક્ષસોને શક્તિ મળે છે. ધર્મ પર અધર્મની જીત થઈ છે.
ટિ્વટર પર શૅર કરવામાં આવેલા છેલ્લાં વીડિયોમાં કંગના રડતી જાેવા મળી હતી. તેણે કહ્યું હતું, ‘મિત્રો, આપણે બધા જાેઈ રહ્યાં છીએ કે બંગાળથી સૌથી ડિસ્ટર્બ કરનારા સમાચાર આવી રહ્યાં છે. વીડિયો તથા ફોટોઝ આવે છે. લોકોની હત્યા થઈ રહી છે. ગેંગરેપ થઈ રહ્યા છે. ઘરોને સળગાવવામાં આવી રહ્યાં છે અને એક પણ લિબરલ કંઈ બોલતા નથા.’ કંગનાએ દાવો કર્યો હતો કે કોઈ પણ ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ આને કવર કરતું નથી. તેણે કહ્યું હતું, ‘ખબર નથી પડતી કે તેમની ભારત માટે શુ કોન્સપિરેસી છે? તે આપણી સાથે શું કરવા માગે છે. હિંદુ એટલા સસ્તા છે કે કોઈ પણ બહુ જ મોટી કોન્સપિરેસીનો આપણે શિકાર થઈ જઈએ.’