મોડાસા: કોરોનાની ચેન તોડવા ૫ દિવસ સુધી સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત
અરવલ્લી જિલ્લામાં કોરોનાની બીજ લહેર જીવલેણ નિવડી છે અને જિલ્લામાં દરરોજ કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં કોરોના પોઝીટીવ કેસનો આંક ૩૦૦૦ હજાર પર નોંધાયા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના ટપોટપ મોત નિપજતા જાગૃત નાગરિકોમાં મોડાસા શહેરમાં સ્વૈચ્છીક લોકડાઉનની કડક અમલવારીની જરૂર હોવાની સોશિયલ મીડીયાના વીવીધ ગ્રુપોમાં ચર્ચાઓનો દોર ચાલ્યા પછી નગરપાલિકા તંત્ર,વહીવટી તંત્ર અને વિવિધ વેપારી સંગઠનો દ્વારા બજાર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
અરવલ્લી જિલ્લામાં કૉરોનાનું સંક્રમણ વધતા મોડાસા શહેર આવતીકાલ બુધવાર થી રવિવાર સુધી એમ પાંચ દિવસ સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે… મોડાસા ટાઉન હૉલ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ, નગર પાલિકા તંત્ર, વહીવટી તંત્ર તેમજ પલિસ તંત્રની સંયુક્ત બેઠક યોજાઇ હતી, જેમાં શહેરના વિવિધ વેપારી એસોસીએશન ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા..
આ બેઠકમાં કૉરોનાના વધતા કહેરને લઇને ચિંતન કરવામાં આવ્યું અને દરેક વ્યક્તિ એ પોતાની, પોતાના પકિવારની અને શહેરની ચિંતા કરી સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે… આ સાથે મેડિકલ સેવા અને ફ્લૉર ફેક્ટરીને બંધથી બાકાત રખાયા છે તો શાકભાજી અને ફ્રૂટ વિતરકોનો સમય સવારે ૭ થી ૧૦ અને સાંજે ૫ થી ૮ કરવામાં આવ્યો છે.. મોડાસા શહેર સાથે સબલપુર અને ખલીકપુર પંચાયતે પણબંધ માટે સંમત્તિ આપી હોવાનું ચેમ્બર ઑફ કૉમર્સ દ્વારા જણાવાયું છે.