Western Times News

Gujarati News

કૂવામાં ખાબકેલી કારના ચાલકને લોકોએ બચાવી લીધો : મને કોરોના છે બૂમ પાડતાની સાથે લોકોમાં નાસભાગ

શહેરમાં કોરોનાની મહામારીએ લોકોને શારીરિકની સાથે માનસિક રીતે પણ પરેશાન કરી દીધા છે. જેને કારણે લોકો ડરના માર્યા જિંદગી ટૂંકાવી રહ્યા હોવાની સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓને મદદ કરવામાં પણ ભારે ડર અને ભય અનુભવી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લામાં ધરમ કરતા ધાડ પડે તેવી ઘટના અરવલ્લી જીલ્લામાં બહાર આવી છે જેમાં માલપુર-ધનસુરા રોડ પર વાવડી ગામ નજીક આવવારું કુવામાં કાર ચાલક ખાબકતા નજીકમાં રહેણાંક ધરાવતા આર્મી જવાનો અને લોકો કાર ચાલકની મદદ માટે પહોંચી કાર ચાલકને રસ્સીની મદદથી ભારે જહેમત પછી બહાર કાઢ્યો હતો કાર ચાલક બહાર નીકળતાની સાથે મને કોરોના થયો છે અને લોકોને દૂર રહેવા જણાવતા મદદ માટે પહોંચેલા લોકોમાં ભારે નાસભાગ મચી હતી ઈજાગ્રસ્ત કાર કારચાલક ગાયબ થઇ જતા બચાવ માટે પહોંચેલા લોકોમાં કોરોના સંક્રમણનો ભય પેદા થયો છે

માલપુરના સોમપુર થી અણિયોર રોડ ઉપરના વાવડી ગામ પાસે કોરોનાગ્રસ્ત કાર ચાલક વેગન આર ગાડી લઈને અણીયોર તરફના રોડ ઉપર બેદરકારીપૂર્વક અને પૂરઝડપે ગાડી હંકારતા  સ્ટેયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા રોડની સાઇડના 60 ફૂટના અવાવરૂ કુવામાં ગાડી ખાબકી હતી, ધડાકાભેર અવાજથી  મુસાફરો અને વાવડી ગામના લોકો એકઠા થઇ રસ્સી  વડે ચાલકને બહાર કાઢવામાં આવતા સારવાર અર્થે ખસેડાયો હતો,

ધનસુરા વડાગામનો ચાલક પોતાની વેગનઆર ગાડી લઇ અણીયોર તરફ જતાં પૂરઝડપે બેદરકારી પૂર્વક ગાડી હંકારતા વાવડી નજીકના રોડની સાઇડના અવાવરૂ કુવામાં ગાડી ખાબકીતા  ધડાકાભેર અવાજથી  મુસાફરો અને વાવડી ગામના લોકો એકઠા થઇ જતા રસ્સી વડે સાઇઠ ફુટ ઉંડા કુવામાં ઉતારીને ગાડીનો પાછળ નો કાચ તોડી ચાલકને બહાર કાઢી ઇજાઓ થઇ હતી, ચાલકે બહાર આવી” મને કોઈ અડશો નહીં હું કોરોના પોઝિટિવ છું” તેમ કરતા  એકઠા થયેલા લોકોમાં ચકચાર મચી ગઇ હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.