કર્ણાટકમાં સ્મશાનોની બહાર લાગ્યા હાઉસ ફુલના બોર્ડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/house-620x413-1-scaled.jpg)
બેંગ્લુરૂ: કોરોના વાયરસની બીજી લહેરના કારણે દેશોમાં લાખો કેસ સામે આવ્યા છે અને હજારો લોકોના મોત થઈ રહ્યા છે. કોરોનાના વધતા મામલાના કારણે હોસ્પિટલો, મડદાઘરો અને સ્મશાન પર કામનો બોઝ વધી રહ્યો છે. હોસ્પિટલોમાં બેડ નથી. મડદા ઘરો અને સ્મશાનોમાં અંતિમ સંસ્કાર કરવાની જગ્યા નથી. કોરોનાના કારણે અનેક મોતથી લાશોના ઢગલા લાગ્યા છે. એટલા માટે અનેક સ્મશાન ઘાટોમાં જગ્યાની અછત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સોમવારે કર્ણાટકમાં કોરોનાના ૪૪, ૪૩૮ નવા મામલા સામે આવ્યા અને ૨૩૯ લોકોના મોત થયા છે.
આવા જ એક મામલામાં કર્ણાટકના ચામરાજપેટમાં એક સ્મશાનના અધિકારિઓએ લાશોના અંતિમ સંસ્કાર કરવાની જગ્યાએ અછતના કારણે સ્મશાનની બહાર હાઉલ ફુલનું એક સાઈનબોર્ડ લગાવી દીધુ છે.
આ સ્મશાનમાં લગભગ ૨૦ લાશને અંતિમ સંસ્કાર કરી શકાય છે. જ્યાં એક બોર્ડ લગાવવામાં આવ્યુ અને કહ્યુ કે અંતિમ સંસ્કાર માટે વધુ લાશો નહીં લેવામાં આવે. બેંગ્લુરુના શહેરમાં ૧૩ સ્મશાનગૃહ છે અને કોવિડ ૧૯ મામલામાં હાલમાં વૃદ્ધિના કારણે તે તમામ ભરેલા છે.
કર્ણાટક સરકારે શહેરના સ્મશાન પર બોજાને ઓછો કરવા માટે કોવિડ મુદ્દાઓને દફન કરવા માટે જમીનના રુપમાં ઉપયોગ કરવા માટે બેંગ્લુરુની આસપાસની ૨૩૦ એકર જમીન બીબીએમપીને ફાળવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર કર્ણાટકમાં કોરોના વાયરસ સંક્રમણના ૨૩૯ દર્દીના મોત થવાથી આ મહામારીથી મરાનારાની સંખ્યા વધીને ૧૬, ૨૫૦ થઈ ગઈ છે. જ્યારે આ દરમિયાન કોરોનાના ૪૪, ૪૩૮ નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા વધીને ૧૬ લાખથી વધારે થઈ ગઈ છે.
સ્મશાનની ભારે હાલતને જાેતા સરકારના પરિવારના સ્વામિત્વ વાળા ખેતરો અને ભૂખંડોમાં અગ્નિ સંસ્કારની પરવાની આપવાનો ર્નિણય કર્યો છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર કર્ણાટકમાં રવિવારે કોરોનાના ૩૭, ૭૩૩ નવા આંકડા બાદ ૧૬ લાખને પાર થઈ ગયા છે. જ્યારે ૨૧૭ થી વધારે લોકોના મોત થયા છે.