Western Times News

Gujarati News

અમે લોકતાંત્રિક રીતે લડાઇ માટે તૈયાર : ભાજપ પ્રમુખ જે પી નડ્ડા

કોલકતા: ચુંટણી પરિણામ બાદ જારી હિંસા વચ્ચે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા પશ્ચિમ બંગાળ પહોંચ્ય હતાં કોલકતામાં વિમાની મથક પર ઉતરતા જ નડ્ડાએ ટીએમસીને હિંસા પર ચેતવણી આપતા કહ્યું કે અમે લોકતાંત્રિક રીતે લડાઇ માટે તૈયારી છીએ. જે પી નડ્ડાએ કહ્યું કે વૈચારિક લડાઇ માટે અમે પુરી રીતે પ્રતિબધ્ધ છીએ ટીએમસીની ગતિવિધિઓ અસહિષ્ણુતાથી ભરેલ છે. તેના મુકાબલા માટે અમે લોકતાંત્રિક રીતે લડાઇ લડવા તૈયારી છીએ
નડ્ડાએ કહ્યું કે બંગાળ વિધાનસભા ચુંટણી પરિણામો બાદ જે થયું છે તે ઘટનાઓથી અમે ચિંતિત છીએ અને આઘાતમાં છીએ મેં આવી ઘટનાઓ ભારતના વિભાજન દરમિયાન જ સાંભળી હતી. આઝાદ ભારતમાં ચુંટણી પરિણામો બાદ અમે કયારેય આ રીતની હિંસા જાેઇ નથી

તેમણે કહ્યું કે ભાજપ તરફથી સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરી હિંસાની સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. ભાજપના પ્રવકતા ગૌરવ ભાટીયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

ભાટીયાએ સુપ્રીમમાં અરજી દાખલ કરી માંગ કરી છે કે ચુંટણી બાદ થયેલ ભીષણ હિંસાની સીબીઆઇ પાસે તપાસ કરાવવામાં આવે આ ઉપરાંત તેમણે અરજીમાં સુપ્રીમ કોર્ટથી માંગ કરી છે કે તે બંગાળ સરકારથી રિપોર્ટ માંગે કે આખરે ચુંટણી પરિણામ બાદ થયેલ હિંસાને રોકવા માટે તેમના તરફથી શું પગલા ઉઠાવવામાં આવ્યા છે.

આ દરમિયાન ભાજપના કાર્યકર્તાની પત્ની શેફાલી દાસે કહ્યું કે દક્ષિણ ૨૪ પરગનાના અનેક વિસ્તારોમાં ટીએમસીના કાર્યકર્તઓએ દુકાનો અને ઘરોમાં તોડફોડ કરી છે.શેફાલીએ કહ્યું કે ૨મેના રોડ ટીએમસીના ગુંડાઓએ મારા ઘર પર હુમલો કર્યો કારણ કે મારા પતિ ભાજપના પોલીંગ એજન્ટ હતાં ટીએમસીના કાર્યકરોએ મકાન વેચી અહીંથી નિકળી જવાની ધમકી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.