Western Times News

Gujarati News

અમે લોકોને મરતા ન જાેઈ શકીએ : દિલ્હી હાઈકોર્ટ

Files Photo

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાંઓક તરફ કરોના વાયરસ કાળો કહેર મચાવી રહ્યો છે, મંગળવારે ફરી અક વખત દિલ્હી હાઇકોર્ટમાં આ મુદ્દે સુનવણી થઇ. દિલ્હી હાઇકોર્ટે ફરી એક વખત ઓક્સિજનની અછતને લઇને કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે આ અંગે ટિપ્પણી કરતા કેન્દ્ર સરકારને કહયું કે દેશમાં જે સ્થિતિ છે તેને જાેઇને તમે આંધળા થઇ શકો છો, અમે નહીં. અમે લોકોને મરતા નથી જાેઇ શકતા. હાઇકોર્ટે આગળ કહ્યું કે કેન્દ્રએ તો આંખો પર પટ્ટી બાંધી લીધી છે, પરંતુ અમે આવું નહીં કરી શકીએ.

સુનવણી દરમિયાન હાઇકોર્ટમાં આમિક્સ ક્યૂરીએ જાણકારી આપી કે દિલ્હીમાં લોકો ઓક્સિજનની અછતના કારણે મરી રહ્યા છે. હાઇકોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે જાે મહારાષ્ટ્રમાં ઓક્સિજનની માંગ અત્યારે ઓછી હોય તો, ત્યાંના થોડા ટેન્કરો દિલ્હીને આપી શકાય. કેન્દ્રએ તેના જવાબમાં જણાવ્યું કે અમે આજે સુપ્રીમ કોર્ટમાં અમારી અનુપાલન રિપોર્ટ દાખલ કરીશું, અમે એ તથ્ય પર નહીં જઇએ કે ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની પૂર્તિ કરવી છે કે ગેસના બીજા ક્વોટાને પુરા કરવા છે.

હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન આપવાનું કહ્યું છે, તેવામાં તેને એટલો જથ્થો મળવો જાેઇએ. દિલ્હી સરકારે કેન્દ્ર પર આરોપ લગાવતા કહ્યું કે ઓક્સિજનની સપ્લાઇ અને ટેંકરોનો સરખો ઉપયોગ નથી થઇ રહ્યો. તો સામે કેન્દ્ર સરકાર દિલ્હી હાઇકોર્ટને જાણકારી આપી કે ગઇકાલે જ દિલ્હીને ઓક્સિજનના ૧૨ વધારાના ટેંકર આપવામાં આવ્યા છે.

આ તરફ દિલ્હી સરકારનું કહેવું છે કે ઓક્સિજનની અછતના કારણે દિલ્હીના લોકો મરી રહ્યા છે અને કેન્દ્ર તરફથી પુરતો ઓક્સિજન મળતો નથી. સુનવણી દરમિયાન બંને પક્ષઓ વચ્ચે ગરમાગરમી જાેવા મળી જ્યાર બાદ અદાલતે હસ્તક્ષેપ કરવો પડ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.