મુંબઈની બહાર ઉલટા ચશ્માનું શૂટિંગ શરૂ થયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/tmk-1024x768.jpg)
મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવાયા બાદ ઘણા ટીવી શોના પ્રોડ્યૂસરોએ બીજા શહેરોમાં જઈને શૂટ કરવાનો ર્નિણય લીધો તો ઘણા ટીવી શોઝે પોતાનું શૂટિંગ જ રોકી દીધું. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના મેકર્સે પણ શૂટને હોલ્ડ પર મૂકી દીધું હતું, જેનાથી કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ પરેશાનીમાં હતા. બધા વિચારી રહ્યા હતા કે, કોઈપણ રીતે બધુ થાળે પડે અને બધા કામ પર પાછા લાગી જાય. હવે અહેવાલ મળી રહ્યા છે કે, ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’નું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. શાના પ્રોડ્યૂસર આસિત મોદીએ મુંબઈની બહાર જઈને શૂટિંગ શરૂ કરવાનો ર્નિણય લીધો,
જેથી દર્શકોને મનોરંજન મળતું રહે. જાણવા મળ્યા મુજબ, ગુજરાતમાં વાપી નજીકના રિસોર્ટમાં શૂટિંગ શરૂ કરાયું છે. આસિત મોદીએ જણાવ્યું કે, તેઓ આખી ટીમ સાથે મુંબઈની બહાર એક રિસોર્ટમાં બાયો બબલ બનાવીને શૂટ કરી રહ્યા છે. આસિત મોદીએ જણાવ્યું કે, બહાર કોઈ પણ આવતું-જતું નથી અને તેઓ આખી ટીમ સાથે પૂરી તૈયારી અને જરૂરી વસ્તુઓ સાથે આવ્યા છે. આસિત મોદીએ જણાવ્યું કે, જાે મુંબઈથી કોઈ આર્ટિસ્ટ કે ટીમનો મેમ્બર આવે છે
તો તેને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવીને આવવાનું રહેશે. આસિત મોદીએ કહ્યું કે. તેઓ અને આખી ટીમ મળીને એકબીજાને સપોર્ટ કરી રહ્યા છે. સેટ પર ઘણા જ ઓછા ક્રૂ મેમ્બર રાખ્યા છે. નાના-મોટા કામ બધા કલાકારો મળીને કરી લે છે. આસિત મોદીએ કહ્યું કે, તેમનો આખો પરિવાર મુંબઈમાં છે, પરંતુ તેઓ અહીં શૂટ પર શોના કલાકારો સાથે રહે છે.
આ પણ તેમની ફેમિલી છે. તેઓ બધાનું ધ્યાન રાખી રહ્યા છે. આસિત મોદીના કહેવા મુજબ, તેમનું મન નહોંતું માનતું કે આખી ટીમની સાથે મુંબઈની બહાર જઈને શૂટ કરીએ અને બધાના જીવ જાેખમમાં મૂકીએ, પરંતુ ટીમે તેમને હિંમત આપી. તે પછી તેમણે ર્નિણય લીધો કે તેઓ શોના કલાકારો સાથે આઉટડોર શૂટ કરશે. જાેકે, હજુ પણ એ સ્પષ્ટ નથી કે સેટ પર સીનિયર કલાકારો જેવા કે નટુ કાકા (ઘનશ્યામ નાયક) આવશે કે નહીં.