રાહુલ વૈદ્યને દિશા પરમાર તરફથી મોંઘીદાટ ગિફ્ટ મળી
મુંબઈ: બિગ બોસ ૧૩ના રનર અપ રાહુલ વૈદ્યને હાલમાં જ લેડી લવ દિશા પરમાર તરફથી શાનદાર સરપ્રાઈઝ ગિફ્ટ મળી છે. રાહુલ હાલમાં જ ‘ખતરો કે ખિલાડી ૧૧ માટે સાઉથ આફ્રિકાના કેપટાઉન રવાના થવાનો છે અને આ જ કારણથી ગર્લફ્રેન્ડે તેના માટે એક સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું, સાથે જ તેને ૭૧ હજાર રુપિયાની મોંઘી ઘડિયાળ પણ આપી. રાહુલ વૈદ્ય અને તેની ગર્લફ્રેન્ડ દિશાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
જેમાં દિશા તેને ગિફ્ટ આપતી જાેવા મળી રહી છે અને રાહુલ પણ ઉત્સાહિત થઈને પેકેટ ખોલી રહ્યો છે. દિશાએ તેમ પણ જણાવ્યું કે, રાહુલ હવે ‘ખતરો કે ખિલાડી ૧૧’ના શૂટિંગ માટે જઈ રહ્યો છે અને તેથી આ ખાસ ગિફ્ટ આપી છે. દિશાએ આગળ જણાવ્યું કે, ગિફ્ટની સાથે-સાથે રાહુલ માટે પત્ર પણ લખ્યો હતો, જેને તે આપતા ભૂલી ગઈ. બાદમાં દિશાએ રાહુલ માટે સ્પેશિયલ નોટ વાંચી જે તેણે પોતાના ફોનમાં સેવ કરીને રાખી હતી. દિશાએ લખ્યું હતું કે,
‘તું એક શાનદાર સફર પર જઈ રહ્યો છે અને તેથી એક નાનકડી ગિફ્ટ. મારી એ જ ઈચ્છા છે કે, તું ત્યાં શાનદાર રીતે જીતે. તને ખૂબ બધો પ્રેમ’, જેના પર રાહુલે પણ જવાબ આપતાં કહ્યું કે, ‘તને પણ ખૂબ બધો પ્રેમ’. ઉલ્લેખનીય છે કે, બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ રાહુલ અને દિશા એકબીજા સાથે વધારેમાં વધારે સમય પસાર કરી રહ્યા છે. રાહુલ વૈદ્યની સાથે શોમાં અર્જુન બિજલાની, અનુષ્કા સેન, દિવ્યાંકા ત્રિપાઠી, વરુણ સૂદ, સના મકબુલ, અભિનવ શુક્લા અને નિક્કી તંબોલી પણ જાેવા મળવાના છે.