વસ્ત્રાપુરના આલ્ફાવન મોલમાં મોકડ્રીલ યોજાઈ
અમદાવાદ : અમદાવાદમાં આંતકવાદી હુમલાની દહેશત વચ્ચે પોલીસતંત્ર હાઈએલર્ટ પર છે આજે સવારે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આલ્ફાવન મોલમાં શહેર પોલીસ, એસઓજી,ક્રાઈમબ્રાંચ તથા અન્ય એજન્સીના અધિકારીઓએ મોકડ્રીલનું આયોજન કરતા ભારે ઉત્તેજના ફેલાઈ હતી.
કાશ્મીરમાં 370 કલમ દૂર થયા બાદ ભારત સહિત રાજ્યમાં આતંકી એલર્ટ આપવામા આવ્યું છે. જો આંતકવાદી હુમલો થાય ત્યારે કઈ રીતે બચવું, પોલીસને કઈ રીતે સાથ સહકાર આપી અને બહાર નીકળવું તેની એક મોકડ્રિલ અમદાવાદ વન મોલમાં કરવામાં આવી હતી. BDDS, SOG ક્રાઇમ ટીમ , ATS,સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ દ્વારા આ મોકડ્રિલ કરવામાં આવી હતી.
એલર્ટને પગલે ચેકિંગ કરાયું મોલને ચારે તરફે કોર્ડન કરો લોકો માટે અવર જવર બંધ કરાવાઈ હતી. સિક્યોરિટી અને એલર્ટ ને પગલે સુરક્ષા અંગે ચેકિંગ કરાયું હતું. બંધક બનાવે તે પરિસ્થિતિમાં કઈ રીતે રહેવું અને સામનો કરવો તેની માહિતી પણ લોકો અને બાળકોને પોલીસે આપી હતી.
નેક્સસ મૉલ્સ ખાતે ગ્રાહકો, રિટેઈલરો તથા કર્મચારીઓની સલામતિ અને સુરક્ષા એ અમારી અગ્રતા છે. એક જવાબદાર કંપની તરીકે અમે અમારા પોર્ટફોલિયોના તમામ મૉલ ખાતે કોમ્પલાયન્સ ડેની બીજી એડીશનનુ આયોજન કર્યું હતું.
જ્યારે અમારા મોલમાં કોઈ પણ વિપરીત ઘટના બને ત્યારે તેનો સામનો કરવા માટે શું કરવુ તે બાબતે અમારા સ્ટાફ અને રિટેઈલર્સને જાણકાર અને સશક્ત બનાવવા તે એક જવાબદાર કંપની તરીકે અમારી ફરજ બની રહે છે. સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓ એટલે કે સ્થાનિક પોલિસ, એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ ડીટેકશન અને ડિસ્પોઝલ સ્કવોડ વગેરેના સહયોગથી અમે અમદાવાદ વન મૉલ અને અમારા પોર્ટફોલીયઓના તમામ મૉલ ખાતે તા. 30મી ઓગસ્ટના રોજ સવારે 10 થી 11:30 દરમ્યાન એન્ટી-ટેરરીઝમ ડ્રીલનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કલાકો દરમ્યાન આ બધા મૉલ બંધ રાખવામાં આવ્યા હતા.
નેક્સસ મૉલ્સ એ ભારતની સૌપ્રથમ રિટેઈલ રિયલ એસ્ટેટ કંપની છે કે જે સાત શહેરોમાં આવેલા અમારા તમામ મૉલ ખાતે આ પ્રકારની કવાયત હાથ ધરે છે. આમાંના દરેક શહેરમાં સ્થાનિક સત્તાધીશોના સહયોગથી અમે પ્રોટોકોલ મુજબ તમામ પ્રકારના સલામતિનાં પગલાંનો અમલ થાય તેની ખાત્રી રાખીએ છીએ અને અમારા મૉલ આ તમામ નિયમોનુ પાલન કરે છે.